હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મુંબઈ બીએમસીનો ચૂંટણી જંગ પરાકાષ્ટાએ...: ગુરૂવારે મતદાન અને શુક્રવારે પરિણામ
કોને મળશે બીએમસીનું સિંહાસન રાજકીય ભાષામાં ‘‘મીની વિધાનસભા''ની ચૂંટણી

બીએમસીનો ૧૫૪ વર્ષનો ભવ્ય ઈતિહાસ જોઇએ તો ૧૮૭૨માં થઈ હતી સ્થાપનાઃ બ્રિટિશકાળ, કોંગ્રેસ યુગ, શિવસેના યુગ, અને હવે જાણે ભાજપ નો ઉદયઃ કુલ ૨૨૭ વોર્ડ અને આશરે ૧.૨૫ કરોડથી વધુ વસ્તી, ૧૭૨૯ ઉમેદવારો મેદાનમાં પરિવારવાદનું ભારે જોરઃ બધા ગઠબંધનોમાં તીરાડ ચૂંટણીમાં ભારે રસાકસી ઉદભવ અને રાજ ઠાકરેના પક્ષનું રાજકીય ભવિષ્ય આ ચૂંટણી નક્કી કરશે શું ચાલશે...?? જય શ્રી રામ કે જય મહારાષ્ટ્ર...?? સાઉથ મુંબઈ એટલે પૈસા અને પાવર
(જીતેન્દ્ર રૂપારેલિયા.....) વાપીઃ બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન ની ચૂંટણી આડે હવે ગણત્રીના કલાકો બાકી છે ત્યારે જંગ બરોબર જામ્યો છે, આગામી તા.૧૫મી જાન્યુઆરીને ગુરુવારેના રોજ મતદાન થશે અને તા.૧૬ મી જાન્યુઆરી ને શુક્રવાર ના રોજ પરીણામ આવશે,તમામ પક્ષો કોઈ કચાશ રાખવા માંગતું નથી.
કહેવાય તો છે પાલિકાની ચૂંટણી પણ વિધાનસભાથી ઓછીના આંકી શકાય, કરોડોનું બજેટ ધરાવતી મહાનગરપાલિકા રાજકીય આલમમાં અગત્યનું સ્થાન ધરાવે છે, આ ચૂંટણી ખુબજ રસપ્રદ બની રહેશે કેમકે ચૂંટણી જીતવા મોટાભાગના ગઠબંધનોમાં તીરાડ જોવા મળી છે, અને જેનો સીધો લાભ હાલમાં તો બીજેપીને મળી રહ્યાનુ લાગી રહ્યું છે, એક બાજુ ઉદભવની શિવસેના કોંગ્રેસથી અલગ થઈને રાજ ઠાકરેના પક્ષ સાથે જોડાણમાં મેદાનમાં આવી છે, કોંગ્રેસ એકલપંડે મેદાનમાં ઉતરી છે, એટલુંજ નહિ મહાયુતિમાં પણ ભંગાણમાં પણ ભંગાણ જોવા મળ્યું છે, અહીં બીજેપી અને શિંદે શિવસેના સાથે ચૂંટણી લડી રહી છે પરંતુ સરકારમાં ભાગીદાર એવા અજીત પવારની એનસીપીને સાથે રાખી નથી એટલે એ એમના કાકા તરફ ઝૂક્યા છે એટલે મહારાષ્ટ ના રાજકારણ માં આ મહાનગર પાલિકાની ચૂંટણી એ રાજકીય સમીકરણ બદલી નાખ્યા છે, ઉદ્ધવ ઠાકરે જૂથના સંજય રાઉત કહી ચૂક્યા છે કે અહીં જય શ્રી રામનો નારો નહીં ચાલે અહીં માત્ર જય મહારાષ્ટ્રનો નારો ચાલશે, એમ કહી મરાઠા વોટ બેંક કબ્જે કરવા મથી રહ્યા છે, તો શું જય શ્રી રામ અને જય મહારાષ્ટ એમ બંને નારા સાથે ના ચાલી શકે તેવા સવાલો પણ થઈ રહ્યા છે.
કેટલું મહત્વ નુ છે બી એમ સી....??? બીએમસીએ મુંબઈનું સર્વોચ્ચ શહેરી શાસકીય સંસ્થા છે, જેમાં ૨૨૭ સીટ માટે ચૂંટણી થાય છે આવો આપણે બીએમસી
નો ઈતિહાસ જોઈએ તો બીએમસી ની સ્થાપનાઃ ૧૮૭૨ માં થઈ હતી તે સમયે તેનું ના બોમ્બે મ્યુનિસિપલ કોર્પોરેશન હતું સ્થાપનાનું શ્રેય બ્રિટિશ શાસનને જાય છે
ભારતની સૌથી જૂની અને સૌથી મોટી શહેરી સ્થાનિક સ્વરાજ સંસ્થા પૈકીની એક
ઞ્જ બ્રિટિશ કાળ (૧૮૭૨-૧૯૪૭)
૧૯મી સદીમાં મુંબઈ ઝડપથી વેપાર અને બંદર શહેર તરીકે વિકસતું હતું સ્વચ્છતા, રસ્તા, પાણી, લાઈટ, આરોગ્ય જેવી સુવિધાઓ માટે સ્થાનિક સંસ્થા જરૂરી બની શરૂઆતમાં સત્તા મોટેભાગે બ્રિટિશ અધિકારીઓ પાસે હતી ભારતીય સભ્યોને ધીમે ધીમે પ્રતિનિધિત્વ મળતું ગયું
ઞ્જ આ કાળમાં થયેલા મુખ્ય કામો ડ્રેનેજ અને ગટર વ્યવસ્થા પીવાનું પાણી ( વૈતરણા અને તુલસી તળાવ ) પ્લેગ અને કોલેરા સામે પગલાં રસ્તા અને જાહેર આરોગ્ય વ્યવસ્થા
ઞ્જ સ્વાતંત્ર્ય પૂર્વ અને પછી (૧૯૪૭ પછી) ૧૯૪૭ પછી બીએમસી સંપૂર્ણપણે લોકશાહી સંસ્થા બની ચૂંટાયેલા કાઉન્સિલરો (સભ્યો) દ્વારા શાસન શરૂ મુંબઈ મહારાષ્ટ્રનું પાટનગર બન્યા પછી બીએમસી નું મહત્વ વધ્યું
ઞ્જ બીએમસીનું બંધારણ
કુલ સભ્યોઃ ૨૨૭ ચૂંટાયેલા કાઉન્સિલર
વડાઃ..મેયર પ્રતિકાત્મક વડા
મ્યુનિસિપલ કમિશનર વહીવટી વડા ( આઈએએસ અધિકારી ) બીએમસી પાસે ભારતનું સૌથી મોટું નગરપાલિકા બજેટ (કેટલાક રાજ્ય કરતાં પણ મોટું)
ઞ્જ રાજકીય ઇતિહાસના મુખ્ય તબક્કા જોઈએ તો
ઞ્જ કોંગ્રેસ યુગ ૧૯૬૦ પહેલાં અને પછી
શરૂઆતમાં કોંગ્રેસનો દબદબો સ્વાતંત્ર્ય પછી ઘણા વર્ષો સુધી બીએમસી પર કોંગ્રેસનું શાસન
ઞ્જ શિવસેના યુગ (૧૯૮૫૨૦૧૭)
૧૯૮૫થી શિવસેનાનો પ્રભાવ શરૂ થયો લાંબા સમય સુધી બીએમસી પર શિવસેના અને ભાજપ ગઠબંધન મુંબઈની સ્થાનિક રાજનીતિમાં શિવસેનાનો મજબૂત આધાર
ઞ્જ ભાજપનો ઉદય ૨૦૧૭ પછી
૨૦૧૭ની ચૂંટણીમાં ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો શિવસેનાભાજપ વચ્ચે તણાવ પૂર્ણ બહુમતિ કોઈને ન મળતાં રાજકીય અસ્થિરતા
ઞ્જ ૨૦૨૦-૨૦૨૫: પ્રશાસન શાસન
૨૦૨૦ પછી વોર્ડ રચના, ઓબીસી આરક્ષણ, કોર્ટ કેસ વગેરેને કારણે ચૂંટણી અટકી પરિણામે ચૂંટાયેલ બોડી વગર બીએમસી મ્યુનિસિપલ કમિશનર દ્વારા સીધું શાસન
આ સમયગાળામાં કોવીડ..૧૯ સંચાલન ચોમાસાની સીઝન, પૂર વ્યવસ્થાપન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ
ઞ્જ બીએમસીનું મહત્વ મુંબઈના રોજિદા જીવન પર સીધી અસર રસ્તા, પાણી, કચરો, હોસ્પિટલો, શાળાઓ મુંબઈની અર્થવ્યવસ્થા અને વિકાસનું કેન્દ્ર રાજકીય રીતે ‘‘મિની વિધાનસભા'' ગણાય
હવે જો આપણે બીએમસી ના વિસ્તાર ને જોઈએ તો અહીં મુખ્ય ૪ ભાગ માં સમગ્ર વિસ્તાર વહેંચાયેલ છે.
બી એમ સીમાં આવતાં મુખ્ય વિસ્તાર
ઞ્જ મુંબઈ શહેર એટલે કે સાઉથ મુંબઈ ,આ મુંબઈનો સૌથી જૂનો અને ઐતિહાસિક ભાગ છે. જેમાં કોલાબા, કફપરેડ, ફોર્ટ,ચર્ચગેટ, મરીન લાઇન્સ,ગિરગાંવ, કાલબાદેવી, ભુલેશ્વર, ભાયખલા, પરેલ,દાદર,માહિમ
ઞ્જ આ વિસ્તારમાં મોટા ભાગે વેપાર, સરકારી ઓફિસો અને જૂના રહેણાંક વિસ્તારો વધારે છે.
ઞ્જ પヘમિ ઉપનગર
મુંબઈનો સૌથી મોટો રહેણાંક વિસ્તાર જેમાં બાંદ્રા (વેસ્ટ), ખાર, સાંતાક્રુઝ, જુહુ, અંધેરી (વેસ્ટ),ગોરેગાંવ (વેસ્ટ) મલાડ (વેસ્ટ), કાંદિવલી (વેસ્ટ),બોરિવલી (વેસ્ટ).દહિસર (વેસ્ટ)
ઞ્જ આ વિસ્તાર માં ફિલ્મ ઇન્ડસ્ટ્રી, IT, હાઈ રાઇઝ બિલ્ડિંગો બિલ્ડિંગ્સ વધારે આવેલ છે.
ઞ્જ પૂર્વ ઉપનગર અહીં
મધ્યમ વર્ગ અને ઔદ્યોગિક વિસ્તારો વધુ છે, જેમાં સાયન કુર્લા, ઘાટકોપર, વિદ્યાવિહાર વિક્રોલી,કાંજુર માર્ગ,ભાંડુપ, મુલુંડ,અહીં મધ્યમ અને નીચલા આવક વર્ગની મોટી વસતિ છે.
ઞ્જ હાર્બર લાઇન વિસ્તાર
મુંબઈનું મહત્વપૂર્ણ પોર્ટ અને ઔદ્યોગિક ઝોન, જેમાં વડાલા, ચેમ્બુર,માનખુર્દ,ગોવંડી
ઞ્જ કચરો વ્યવસ્થાપન, રિફાઇનરી અને ઇન્ડસ્ટ્રિયલ એરિયા અહીં છે. કુલ ૨૨૭ વોર્ડ આવેલ છે.
ઝોનઃ એ થી ટી કુલ વિસ્તારઃ આશરે ૬૦૩ ચોરસ કિમી
કુલ વસતી આશરે ૧.૨૫ કરોડથી વધુ, જો આખા વિસ્તારને અલગ રીતે જોઈએ તો સાઉથ મુંબઈ= પૈસા અને પાવર વેસ્ટર્ન સબબ = મિડલ ક્લાસઃ સેલિબ્રિટી બંને સાથે જોવા મળે
ઇસ્ટર્ન સબબ = વોટબેંક કિગમેકર ની ભૂમિકા માં, એટલે જ કહેવાય છે કે
બીએમસી ચૂંટણી માં પૂર્વ અને પヘમિ ઉપનગર જીતે તે આખી પાલિકા જીતે.
મળતી માહિતી અનુસાર બી એમ સીમાં કુલ ૨૨૭ સીટ છે, જેમાં બીજેપી અને શિંદે શિવસેનાના ગઠબંધનમાં બીજેપી મોટા ભાઈ ની ભૂમિકા માં જોવા મળે છે, ઉદભવ ઠાકરે શિવસેના અને એમ એન એસ સાથે થયા છે પરંતુ કોંગ્રેસ અલગ હોવાથી મત તૂટવાની સંભાવના વધી જાય છે, કોંગ્રેસ મજબૂત જણાતી નથી, શરદ પવાર જૂથ પણ અટૂલું જોવા મળી રહ્યા છે, હવે જોઈએ કોણ મેદાન મારે છે....???? એના જવાબ માટે તો શુક્રવાર સુધી રાહ જોવી પડશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
