<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ખેતીથી લઈ સ્‍પેસ ટેકનોલોજી સુધી ભારતના ભવિષ્‍યનું ડિજિટલ નિર્માણ ભારતને વિકસિત ભારતમાં મહત્‍વપૂર્ણ ભાગ ભજવશે : કેન્‍દ્રીય મંત્રી પિયુષ ગોયેલ

વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટમાં એકયુલોન નેક્‍સસ લિમિટેડનું AI શક્‍તિ પ્રદર્શન - વડાપ્રધાન નરેન્‍દ્રભાઈ મોદીની મુલાકાતથી સમિટ ને મળી વૈશ્વિક ઓળખ

રાજકોટ, તા.૧૩:  રાજકોટની પ્રતિષ્ઠિત મારવાડી યુનિવર્સિટી ખાતે વૈશ્વિક નેતા અને દેશના યશસ્‍વી વડાપ્રધાન  નરેન્‍દ્રભાઈ મોદી દ્વારા ગુજરાત વાઇબ્રન્‍ટ સમિટ-૨૦૨૬નું ભવ્‍ય ઉદ્ધાટન કરવામાં આવ્‍યું. આ રાષ્‍ટ્રીય અને આંતરરાષ્‍ટ્રીય મહત્‍વના કાર્યક્રમમાં અદ્યતન આર્ટિફિશિયલ ઇન્‍ટેલિજન્‍સ ક્ષેત્રે કાર્યરત એકયુલોન નેક્‍સસ લિમિટેડ દ્વારા અત્‍યંત આધુનિક અને આકર્ષક ખ્‍ત્‍ પ્રદર્શન સ્‍ટોલ રજૂ કરવામાં આવ્‍યો છે, જે મુલાકાતીઓનું વિશેષ આકર્ષણ બન્‍યો છે.

સમિટ દરમિયાન કેન્‍દ્રીય વાણિજ્‍ય અને ઉદ્યોગ મંત્રી  પિયુષ ગોયલ, રાજ્‍યના મંત્રી  જીતુભાઈ વાઘાણી,  અર્જુનભાઈ મોઢવાડીયા, ધારાસભ્‍ય ડો. દર્શિતાબેન શાહ તથા રાજકોટ મહાનગરપાલિકાના મેયર મતી નયનાબેન પેઢડીયા દ્વારા એકયુલોન નેક્‍સસ લિમિટેડના સ્‍ટોલની મુલાકાત લેવામાં આવી હતી અને કંપનીની ટેકનોલોજીકલ ક્ષમતાની પ્રશંસા કરવામાં આવી હતી. તેમજ રાજ્‍યસભા સાંસદ  કેસરીદેવસિંહ ઝાલા દ્વારા એકયુલોન નેક્‍સસ લિમિટેડને શુભેચ્‍છાઓ પાઠવી કંપનીની કામગીરીને બિરદાવેલી હતી.

વાઇબ્રન્‍ટ ગુજરાત સમિટ અંતર્ગત એકિલોન નક્‍સસ લિમિટેડનો પ્રદર્શન સ્‍ટોલ બ્‍લોક નં. ૧, સ્‍ટોલ નં. ભ્‍-૭ખ્‍ ખાતે આવેલ છે. આ સ્‍ટોલની મુલાકાત લેનાર મહાનુભાવોને કંપની તરફથી સ્‍મળતિચિホરૂપે ચાંદીનો સિક્કો ભેટ આપવામાં આવ્‍યો હતો.

 આ તકે કેન્‍દ્રીય મંત્રી  પિયુષ ગોયલ એ જણાવેલ કે એકયુલોન એક્‍સેસ ની વિવિધ ક્રાંતિ ૅભારતની AI શક્‍તિના વૈશ્વિક પ્રતિબિં માં મહત્‍વ નો ભાગ ભજવશે.   રાજ્‍ય ના મંત્રી  જીતુભાઈ વાઘાણીએ જણાવેલ કે એકિલોન નક્‍સસ લિમિટેડ ની વિવિધ ક્ષેત્રે કામગીરી થી ૅવિકસિત ભારત તરફ મજબૂત પગલું ભરશે. 

(3:20 PM IST)