અપહરણ : દારૂ પીવડાવીને ડાન્સ કરાવ્યો : ૬ લોકોનો સામૂહિક બળાત્કાર
બિહારના પૂર્ણિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી

પૂર્ણિયા, તા.૧૩: બિહારના પૂર્ણિયામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં એક યુવતી પર સામૂહિક બળાત્કારની ઘટના બની છે. એવું જાણવા મળ્યું છે કે અડધો ડઝન યુવાનોએ મહિલાનું અપહરણ કરી તેને દારૂ પીવા માટે મજબૂર કરી અને આખી રાત તેના પર રેપ કરતા રહ્યા. પીડિતાની હાલત નાજુક છે અને તે પૂર્ણિયા જીએમસીએચમાં જીવન મરણ વચ્ચે જોલા ખાઇ રહી છે. હાલમાં ગેંગરેપના એક આરોપી મો. જુનૈદની ધરપકડ કરવામાં આવી છે, અન્ય ૫ આરોપીઓની શોધમાં પોલીસ દરોડા પાડી રહી છે.
આ ઘટના ડગરુઆ પોલીસ સ્ટેશન વિસ્તારના બરિયાર ચોક ખાતે સ્થિત જયા ટ્રેડર્સમાં બની હતી. પોલીસે જયા ટ્રેડર્સના સંચાલક મોહમ્મદ જુનૈદની ઘટનાસ્થળેથી ધરપકડ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર યુવતી નેવલલાલ ચોકથી ચાલતી ઘરે જઈ રહી હતી ત્યારે ચાર પૈડાવાળા વાહનમાં સવાર છ યુવાનોએ તેને રોકી હતી. જ્યારે તેણીએ પ્રતિકાર કર્યો, ત્યારે તેઓએ તેને બળજબરીથી વાહનમાં ખેંચી લીધી અને અવાજ ના કરે એટલે તેનું મોઢુ દબાવી દીધુ હતું.
ત્યારબાદ આરોપીઓ તેને બરિયાર ચોક સ્થિત જયા ટ્રેડર્સના એકાંત રૂમમાં લઈ ગયા, જ્યાં તેને બંધક બનાવી રાખવામાં આવી. જ્યારે આરોપીઓએ છોકરીને બળજબરીથી દારૂ પીવડાવ્યો, ત્યારબાદ છ આરોપીઓએ વારાફરતી તેના પર સામૂહિક બળાત્કાર કર્યો હતો.
પીડિતાએ જણાવ્યું કે તે ઓર્કેસ્ટ્રા ડાન્સર છે. તેણે જણાવ્યું કે, શનિવારે રાત્રે લગભગ ૯ વાગ્યે હું નેવાલાલ ચોક પર હતી, ત્યારે એક કારમાં સવાર બે યુવકો આવ્યા અને મને જબરદસ્તી ગાડીમાં બેસાડી દીધી હતી. બધાએ મળીને મને જબરદસ્તી દારૂ પીવડાવ્યો. મારી પાસે જબરદસ્તી ડાન્સ કરાવ્યો ત્યારબાદ તમામ છ આરોપીઓએ વારાફરતી દુષ્કર્મ આચર્યું









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
