<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

નરેન્‍દ્રભાઇની ભટ્ટ પરિવાર સાથે મુલાકાત

રાજકોટ : વાઇબ્રન્‍ટ ગુજરાત રીજીયોનલ સમિટ માટે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઇ મોદી રાજકોટ પધાર્યા તે વખતે રાજકોટ જુના એરપોર્ટ ખાતે સંઘ પરિવાર કાંતિભાઇ ભટ્ટ અને યશવંતભાઇ ભટ્ટ પરિવારજનોને મળ્‍યા હતા. આ મુલાકાત દરમિયાન ગીરીશભાઇ ભટ્ટ (સરકારી વકીલ), શ્રીમતી જ્‍યોતિબેન ભટ્ટ (ડિરેકટર-રાજકોટ નાગરિક સહકારી બેન્‍ક લિ.) અને બન્ને પરિવારના તમામ સદસ્‍યો ઉપસ્‍થિત રહ્યા હતા. ઇ.સ. ૧૯૪ર થી રાષ્‍ટ્રીય સ્‍વયંસેવક સંઘના સાથે જોડાયેલા અને એક વિચારધારાને સમર્પિત ભટ્ટ પરિવાર સાથે શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને ઇ.સ. ૧૯૭૧ થી ઘનિષ્‍ઠ નાતો છે. તે ઉપરાંત શ્રી ગીરીશભાઇ ભટ્ટને તાજેતરમાં ૭પ વર્ષ પૂર્ણ થતાં વડાપ્રધાનને મળવાની લાગણી વ્‍યકત કરી હતી. આ અવસરે ભટ્ટ પરિવાર દ્વારા શ્રી નરેન્‍દ્રભાઇ મોદીને ગાયનું પ્રતિક ભેટમાં આપવામાં આવ્‍યું હતું. 

(3:52 PM IST)