<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર શ્રી ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સંપન્ન : રાજ્યપાલ આચાર્ય આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભાવભરી વિદાય આપી

ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા'તા

અમદાવાદ તા.૧૩: ફેડરલ રિપબ્લિક ઑફ જર્મનીના ફેડરલ ચાન્સેલર  ફ્રેડરિક મૅર્ઝનો ભારત-ગુજરાત પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે.  

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાથે વિવિધ સાંસ્કૃતિક અને વ્યૂહાત્મક કાર્યક્રમોમાં તથા ભારત-જર્મન સી.ઈ.ઓ. ફોરમમાં સહભાગી થયા બાદ તેમણે આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી જર્મની જવા પ્રસ્થાન કર્યુ હતુ.  રાજ્યપાલ  આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ  સહિતના મહાનુભાવોએ  જર્મન ફેડરલ ચાન્સેલર  ફ્રેડરિક મૅર્ઝને ભાવસભર વિદાય આપી હતી.

      આ પ્રસંગે મુખ્ય સચિવ  એમ. કે. દાસ, જીએડીના અધિક મુખ્ય સચિવ ડૉ. અંજૂ શર્મા, શહેર પોલીસ કમિશનર જી.એસ. મલિક, ચીફ પ્રોટોકોલ અધિકારી જલવંત ત્રિવેદી, જિલ્લા કલેકટર સુજીત કુમાર, એમઇએના અધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(4:49 PM IST)