હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
શેરબજારમાં અચાનક 'બ્રેક': મહારાષ્ટ્રમાં મ્યુનિસિપલ ચૂંટણીઓને કારણે 15 જાન્યુઆરીએ BSE અને NSEમાં ટ્રેડિંગ બંધ રહેશે
રોકાણકારો નોંધ લેજો: ઇક્વિટી અને ડેરિવેટિવ્ઝ માર્કેટમાં રજા, સેન્સેક્સ એક્સપાયરીમાં પણ કરાયો ફેરફાર

મુંબઈ | તા.13 : ભારતીય શેરબજારમાં રોકાણ કરતા ટ્રેડર્સ અને ઈન્વેસ્ટર્સ માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. મહારાષ્ટ્રમાં બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) સહિત કુલ 29 મ્યુનિસિપલ કોર્પોરેશનો માટે યોજાનારી ચૂંટણીઓને પગલે આ ગુરુવાર, 15 જાન્યુઆરી, 2026 ના રોજ બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) બંધ રહેશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ દિવસે જાહેર રજા જાહેર કરવામાં આવી હોવાથી એક્સચેન્જોએ તેમના ટ્રેડિંગ કેલેન્ડરમાં આ ફેરફાર કર્યો છે.
બધા સેગમેન્ટમાં કામકાજ ઠપ્પ
નવા જાહેર કરાયેલા સર્ક્યુલર મુજબ, ગુરુવારે ઇક્વિટી, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ અને SLB (સિક્યોરિટીઝ લેન્ડિંગ એન્ડ બોરોઇંગ) સેગમેન્ટમાં કોઈ ટ્રેડિંગ થશે નહીં. અગાઉ આ દિવસે માત્ર 'સેટલમેન્ટ હોલિડે' જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ હવે તેને સંપૂર્ણ 'ટ્રેડિંગ હોલિડે' માં ફેરવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, કરન્સી અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ પણ બંધ રહેશે. કોમોડિટી માર્કેટ (MCX) માં સવારનું સત્ર બંધ રહેશે, જ્યારે સાંજના સત્રમાં રાબેતા મુજબ ટ્રેડિંગ ચાલુ રહેશે.
એક્સપાયરી અને સેટલમેન્ટ પર અસર
સામાન્ય રીતે ગુરુવાર એ સેન્સેક્સ ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સની એક્સપાયરીનો દિવસ હોય છે, પરંતુ 15 જાન્યુઆરીએ રજા હોવાને કારણે હવે આ એક્સપાયરી એક દિવસ વહેલી એટલે કે 14 જાન્યુઆરી (બુધવાર) ના રોજ સેટલ કરવામાં આવશે. આ ફેરફારને કારણે ટ્રેડર્સને તેમની પોઝિશન એડજસ્ટ કરવા માટે સાવધ રહેવાની સૂચના આપવામાં આવી છે. બજાર હવે શુક્રવાર, 16 જાન્યુઆરીએ ફરી ખુલશે, જે દિવસે ચૂંટણીના પરિણામો પણ જાહેર થવાના છે.
લોકશાહીના પર્વ માટે રજા
મુંબઈના વહીવટીતંત્ર અને રાજ્ય સરકાર દ્વારા વધુમાં વધુ મતદાન થાય તે હેતુથી આ રજા જાહેર કરાઈ છે. મુંબઈ સ્થિત એક્સચેન્જો હોવાથી કર્મચારીઓ અને બ્રોકર્સ પણ મતદાનમાં ભાગ લઈ શકે તે માટે આ નિર્ણય લેવાયો છે. રોકાણકારો માટે આ મહિનામાં હવે પછીની મોટી રજા 26 જાન્યુઆરીએ 'પ્રજાસત્તાક દિવસ' નિમિત્તે રહેશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
