<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

રશિયાનો પ્રચંડ પ્રહાર: અમેરિકી ગૌરવ સમાન F-16 ફાઇટર જેટને રશિયાએ મિસાઇલથી ફૂંકી માર્યું

પુતિનના રશિયાએ અમેરિકા અને યુક્રેનને આપ્યો અત્યાર સુધીનો સૌથી મોટો આંચકો: માત્ર બે જ મિસાઇલોમાં 'અજેય' ગણાતું F-16 રાખના ઢગલામાં ફેરવાયું

મોસ્કો: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે 'કિયામતની રાત' તરફ આગળ વધી રહ્યું હોય તેમ લાગે છે. રશિયન સૈન્યએ દાવો કર્યો છે કે તેમણે યુક્રેન આકાશમાં અમેરિકા નિર્મિત અત્યંત શક્તિશાળી F-16 ફાઇટર જેટને તોડી પાડ્યું છે. રશિયાની સરકારી ટીવી ચેનલ પર એક કમાન્ડરે ગર્વ સાથે જણાવ્યું કે, તેમની S-300 એર ડિફેન્સ સિસ્ટમે માત્ર બે મિસાઇલો છોડીને આ અત્યાધુનિક વિમાનનો શિકાર કર્યો હતો. આ ઘટના માત્ર યુક્રેન માટે જ નહીં, પરંતુ અમેરિકી સંરક્ષણ ટેકનોલોજી માટે પણ મોટો આંચકો છે, કારણ કે અત્યાર સુધી પશ્ચિમી દેશો દાવો કરતા હતા કે F-16 ને તોડી પાડવું લગભગ અશક્ય છે.

રશિયન કમાન્ડરના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન માટે રશિયન સેના લાંબા સમયથી જાળ બિછાવીને બેઠી હતી. જેવું આ 'રસપ્રદ લક્ષ્ય' રશિયન રડારમાં દેખાયું, કે તરત જ તેના પર હુમલો કરવામાં આવ્યો. પ્રથમ મિસાઇલે વિમાનની પાંખો કાપી નાખી અને બીજી મિસાઇલે તેને હવામાં જ સળગાવી દીધું. ઓગસ્ટ ૨૦૨૪ થી યુક્રેનને મળેલા F-16 વિમાનો પૈકી અત્યાર સુધીમાં ચાર વિમાનો નાશ પામ્યા હોવાની પુષ્ટિ થઈ છે. આ સમાચાર એવા સમયે આવ્યા છે જ્યારે રશિયાએ કિવ પર પોતાની સૌથી ભયાનક 'ઓરેશ્નિક' હાઇપરસોનિક મિસાઇલનો ઉપયોગ કરીને દુનિયાને હચમચાવી દીધી છે, જેની ઝડપ અવાજ કરતા ૧૦ ગણી વધારે છે.

યુદ્ધના આ નવા વળાંકમાં રશિયાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે તે કોઈપણ સ્તરે જવા તૈયાર છે. રશિયન સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે તેમણે યુક્રેનના મહત્વપૂર્ણ માળખાઓને નિશાન બનાવીને ડ્રોન અને લાંબા અંતરના શસ્ત્રોથી ભીષણ હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ પુતિનના નિવાસસ્થાન પર થયેલા ડ્રોન હુમલાનો બદલો લેવા માટે રશિયાએ જે આક્રમકતા બતાવી છે, તેણે આખા યુરોપમાં ફફડાટ ફેલાવી દીધો છે. હવે સવાલ એ ઉભો થાય છે કે શું અમેરિકા તેના F-16 ની આ હાર બાદ યુક્રેનને વધુ આધુનિક શસ્ત્રો આપશે કે પછી આ યુદ્ધ પરમાણુ વિનાશ તરફ આગળ વધશે?

(5:48 PM IST)