હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અમેરિકાના અહંકાર અને ચીનના વિસ્તારવાદ વચ્ચે 'ગ્લોબલ બ્રિજ' બનશે ભારત : 2026 માં G7 અને BRICS ના સંગમ દ્વારા પીએમ મોદી અને ઇમેન્યુઅલ મેક્રોન નવો ઇતિહાસ રચશે : રાફેલથી લઈને AI સુધીના સોદા પર દુનિયાની નજર
દુનિયાના બે ટુકડા થતા અટકાવશે ભારત: ફ્રાન્સના રાષ્ટ્રપતિ મેક્રોનનો ટ્રમ્પ યુગમાં સૌથી મોટો ધડાકો

પેરિસ : વિશ્વ જ્યારે બે ધ્રુવોમાં વહેંચાઈ રહ્યું છે અને ડોનાલ્ડ ટ્રમ્પની 'અમેરિકા ફર્સ્ટ' નીતિથી સાથી દેશોમાં ફફડાટ છે, ત્યારે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારતને વિશ્વના તારણહાર તરીકે જાહેર કર્યું છે. પેરિસમાં રાજદૂતોની પરિષદને સંબોધતા મેક્રોને સ્પષ્ટ કર્યું કે ભારત પાસે એવા 'ટ્રમ્પ કાર્ડ્સ' છે જે વોશિંગ્ટનની દાદાગીરીને અંકુશમાં રાખી શકે છે. મેક્રોને ભારતને એકમાત્ર એવો દેશ ગણાવ્યો છે જે પશ્ચિમી દેશોના G7 અને ઉભરતી અર્થવ્યવસ્થાઓના BRICS વચ્ચે કડી બની શકે છે. તેમની આ દલીલ પાછળ ભારતની તે વ્યૂહાત્મક સ્વાયત્તતા છે, જે તેને કોઈની પણ ગુલામી કર્યા વગર રશિયા અને અમેરિકા બંને સાથે આંખમાં આંખ મિલાવીને વાત કરવાની તાકાત આપે છે.
વર્ષ 2026 ભૂરાજનીતિ માટે ક્રાંતિકારી સાબિત થવાનું છે, કારણ કે એક તરફ ફ્રાન્સ G7 ની કમાન સંભાળશે અને બીજી તરફ ભારત BRICS નું નેતૃત્વ કરશે. મેક્રોન માને છે કે જો ટ્રમ્પ દ્વારા લાદવામાં આવતા અસહ્ય ટેરિફ અને આર્થિક પ્રતિબંધોથી વિશ્વને બચાવવું હોય, તો ભારતનો 'બુદ્ધનો માર્ગ' અને સંવાદની નીતિ જ શ્રેષ્ઠ વિકલ્પ છે. મેક્રોને ખુલ્લેઆમ અમેરિકાની ટીકા કરતા કહ્યું કે તે પોતાના જ બનાવેલા નિયમો તોડી રહ્યું છે. આવા સમયે ભારતની ભૂમિકા માત્ર એક સહભાગી તરીકેની નહીં, પરંતુ એક વૈશ્વિક પંચ તરીકેની હશે, જે અમેરિકા-કેન્દ્રિત વિશ્વ વ્યવસ્થાને સંતુલિત કરી શકે છે.
આ રણનીતિક ભાગીદારીને મજબૂત કરવા મેક્રોન આવતા મહિને ફેબ્રુઆરી 2026 માં ભારતની મુલાકાતે આવી રહ્યા છે. નવી દિલ્હીમાં પીએમ મોદી સાથેની આ મુલાકાત માત્ર સંરક્ષણ સોદા કે રાફેલ વિમાનો પૂરતી મર્યાદિત નહીં હોય, પરંતુ તેમાં સ્પેસ ટેકનોલોજી અને AI (આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ) ના માધ્યમથી ભવિષ્યના વિશ્વનો એજન્ડા નક્કી કરવામાં આવશે. ફ્રાન્સ હવે ભારતને એવા શક્તિશાળી સાથી તરીકે જોઈ રહ્યું છે જે ચીનના વ્યાપારી આક્રમણ અને અમેરિકાના સરમુખત્યારશાહી વલણ વચ્ચે યુરોપ માટે એક સુરક્ષિત કવચ બની શકે. આ મુલાકાત ભારતને 'વિશ્વગુરુ' તરીકે સ્થાપિત કરવાની દિશામાં એક મોટું સોપાન સાબિત થશે









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
