હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સિંગાપોરમાં 'સુગર ડેડી' બનીને મહિલાઓને શિકાર બનાવનાર ભારતીય મૂળના વ્યક્તિને ૧૨ વર્ષની જેલ અને ૧૫ ફટકાની સજા
શ્રીમંત અમેરિકન વેપારી તરીકે નકલી ઓળખ ઉભી કરી આચર્યું જાતીય શોષણ: ખંડણી અને અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપનાર રાજવંત સિંહ ગિલને કોર્ટે ફટકારી કડક સજા

સિંગાપોર : ડિજિટલ યુગમાં ડેટિંગ એપ્સ અને સોશિયલ મીડિયા પર વધતી છેતરપિંડીનો એક ભયાનક કિસ્સો સિંગાપોરમાં સામે આવ્યો છે. એક ભારતીય મૂળના મલેશિયન પુરુષ, ૩૮ વર્ષીય રાજવંત સિંહ ગિલને ત્રણ મહિલાઓ સાથે છેતરપિંડી કરવા, જાતીય શોષણ કરવા અને ખંડણી માંગવા બદલ સિંગાપોરની અદાલતે મંગળવારે ૧૨ વર્ષની જેલ અને ૧૫ ફટકાની આકરી સજા ફટકારી છે.
નકલી ઓળખ અને 'સુગર ડેડી'ની જાળ
રાજવંત સિંહ ઓનલાઈન ડેટિંગ પ્લેટફોર્મ પર પોતાની અસલી ઓળખ છુપાવીને શ્રીમંત કોકેશિયન (શ્વેત) પુરુષ તરીકે રજૂ થતો હતો. તેણે 'માઈકલ નોલાન' જેવા નામ ધારણ કરી મહિલાઓને લલચાવી હતી. એક ૫૨ વર્ષીય પીડિતાને તો તેણે મલેશિયામાં યાટ પર રહેતા અમેરિકન બિઝનેસમેન તરીકેની ઓળખ આપી દર મહિને ૨૦,૦૦૦ અમેરિકી ડોલર આપવાનું વચન આપી પોતાની જાળમાં ફસાવી હતી.
જાતીય શોષણ અને બ્લેકમેલિંગનો ખેલ
તપાસમાં બહાર આવ્યું છે કે રાજવંત સિંહે પીડિત મહિલાઓને પૈસાની લાલચ આપી તેમની પાસે જાતીય કૃત્યો કરાવ્યા અને તેમના અશ્લીલ વીડિયો ઉતાર્યા હતા. ત્યારબાદ, તેણે આ વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલાઓ પાસેથી ખંડણી પણ માંગી હતી. કોર્ટના દસ્તાવેજો અનુસાર, એક પીડિતા તો આ ઘટના બાદ એટલી હદે માનસિક આઘાતમાં સરી પડી હતી કે તેને 'પોસ્ટ-ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર' (PTSD) હોવાનું નિદાન થયું હતું.
બે દેશોની પોલીસનું સંયુક્ત ઓપરેશન
ડેપ્યુટી પબ્લિક પ્રોસિક્યુટરે રાજવંતના ગુનાઓને "દુષ્ટ અને દ્વેષપૂર્ણ" ગણાવ્યા હતા. આ મામલામાં રાજવંતને પકડવા માટે સિંગાપોર પોલીસ ફોર્સ અને રોયલ મલેશિયન પોલીસ ફોર્સ વચ્ચે સંયુક્ત ગુપ્ત કાર્યવાહી કરવી પડી હતી. ૨૦૨૦માં તેની ધરપકડ થઈ હતી અને હજુ પણ તેની સામે અન્ય ૧૩ પીડિતો સાથે સંકળાયેલા કેસો પેન્ડિંગ છે. સિંગાપોરની અદાલતે આ આકરા ચુકાદા દ્વારા ઓનલાઈન ગુનેગારોને કડક સંદેશ પાઠવ્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
