હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th January 2026
યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનનો દેશવ્યાપી આદેશ: તમામ ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ભેદભાવ રોકવા ફરજિયાત ‘ઈક્વિટી કમિટી’ની રચના કરવી પડશે
મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ વચ્ચે જાતિ, જ્ઞાતિ કે ધર્મના આધારે થતા પક્ષપાતને અટકાવવાનો અને શૈક્ષણિક વાતાવરણને વધુ સુરક્ષિત અને સર્વસમાવેશક બનાવવાનો

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન (યુજીસી) એ દેશભરની તમામ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને તેમના કેમ્પસમાં કોઈપણ પ્રકારના ભેદભાવને નાબૂદ કરવા માટે ‘ઈક્વિટી કમિટી’ (સમાનતા સમિતિ) સ્થાપવા કડક સૂચના આપી છે.
આ પહેલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓ અને સ્ટાફ વચ્ચે જાતિ, જ્ઞાતિ કે ધર્મના આધારે થતા પક્ષપાતને અટકાવવાનો અને શૈક્ષણિક વાતાવરણને વધુ સુરક્ષિત અને સર્વસમાવેશક બનાવવાનો છે.
યુજીસીના આ આદેશ બાદ હવે તમામ યુનિવર્સિટીઓ અને કોલેજોએ આ સમિતિની રચના કરવી અનિવાર્ય બનશે.
આ સમિતિ કેમ્પસમાં આવતી ફરિયાદોનું નિવારણ કરશે અને સમાન તકો સુનિશ્ચિત કરવા માટે દેખરેખ રાખશે. ઉચ્ચ શિક્ષણમાં સામાજિક સમાનતા જળવાઈ રહે અને દરેક વિદ્યાર્થીને ગરિમાપૂર્ણ વાતાવરણ મળે તે દિશામાં આ એક મોટું કદમ માનવામાં આવે છે.
(9:51 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
