<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

ગુજરાત સરકાર દ્વારા બે અધિકારીઓની ભારતીય વહીવટી સેવા (આઈએએસ) કેડરમાં નિમણૂક : ખેડા અને રાજકોટમાં નવા એડિશનલ કલેક્ટર મુકાયા

સુશ્રી અવની ચિત્તરંજન વોરાને ખેડા-નડિયાદ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે અને શ્રી ટેકચંદ ચત્રભુજ તીર્થાણીને રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા

ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આજે ૧૩ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ એક મહત્વનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર, ભારત સરકારના પર્સનલ મંત્રાલય દ્વારા કરવામાં આવેલી પસંદગીના આધારે બે વરિષ્ઠ અધિકારીઓને ભારતીય વહીવટી સેવા (આઈએએસ) માં બઢતી આપી નવી નિમણૂક આપવામાં આવી છે.

 

જેમાં સુશ્રી અવની ચિત્તરંજન વોરાને ખેડા-નડિયાદ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે અને શ્રી ટેકચંદ ચત્રભુજ તીર્થાણીને રાજકોટ ખાતે સુપરન્યુમરરી એડિશનલ કલેક્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

 

વિગતવાર માહિતી મુજબ, અવની ચિત્તરંજન વોરા અત્યાર સુધી અમદાવાદ ખાતે ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ ટ્રિબ્યુનલમાં સભ્ય અને રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવતા હતા.

 

જ્યારે ટેકચંદ ચત્રભુજ તીર્થાણી રાજકોટ ખાતે એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બેંકમાં જોઈન્ટ રજિસ્ટ્રાર (ઓડિટ) તરીકે કાર્યરત હતા.

 

રાજ્યપાલશ્રીના આદેશથી અધિક મુખ્ય સચિવ ડો. અંજુ શર્માએ આ નિમણૂકો જાહેર કરી છે.

(9:54 PM IST)