હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 13th January 2026
અદાણી જૂથ સંરક્ષણ ક્ષેત્રે ૧.૮ લાખ કરોડનું રોકાણ કરશે: સ્વદેશી સૈન્ય તાકાત વધારવા પર ભાર: ભારતના સંરક્ષણ ઉદ્યોગમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે
દેશની સરહદોને વધુ સુરક્ષિત બનાવવા માટે જરૂરી આધુનિક શસ્ત્રો ભારતમાં જ તૈયાર થશે

અદાણી જૂથે ભારતની સૈન્ય ક્ષમતાઓને મજબૂત કરવા માટે ૧,૮૦,૦૦૦ કરોડ રૂપિયાના જંગી રોકાણની જાહેરાત કરી છે. આ રોકાણનો મુખ્ય હેતુ ભારતને સંરક્ષણ સાધનોના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનાવવાનો છે. કંપની અદ્યતન ટેકનોલોજી, ડ્રોન, મિસાઈલ સિસ્ટમ અને અન્ય સંરક્ષણ ઉપકરણોના સ્વદેશી ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરશે, જેથી વિદેશી આયાત પરની નિર્ભરતા ઘટાડી શકાય.
આ વિશાળ મૂડીરોકાણથી ભારતના સંરક્ષણ ઉદ્યોગમાં હજારો નવી રોજગારીની તકો ઊભી થશે અને દેશની સરહદોને વધુ સુરક્ષિત બનાવવા માટે જરૂરી આધુનિક શસ્ત્રો ભારતમાં જ તૈયાર થશે.
(10:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
