<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th January 2026

વોટ્સએપ પ્રાઈવસી કેસ: મેટા કંપનીએ સીસીઆઈ દ્વારા લાદવામાં આવેલા ૨૧૩ કરોડના દંડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી

આ વિવાદ વોટ્સએપની ૨૦૨૧ની પ્રાઈવસી પોલિસી અને યુઝર્સના ડેટાના શેરિંગ સાથે જોડાયેલો છે

સોશિયલ મીડિયા જાયન્ટ મેટાએ ભારતીય સ્પર્ધા આયોગ (સીસીઆઈ) દ્વારા લાદવામાં આવેલા ૨૧૩ કરોડ રૂપિયાના દંડ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. અગાઉ એનસીએલએટીએ આ દંડને યોગ્ય ઠેરવ્યો હતો, જેની સામે કંપનીએ હવે સર્વોચ્ચ અદાલતમાં પડકાર ફેંક્યો છે. આ વિવાદ વોટ્સએપની ૨૦૨૧ની પ્રાઈવસી પોલિસી અને યુઝર્સના ડેટાના શેરિંગ સાથે જોડાયેલો છે.

મેટાનો તર્ક છે કે તેમની પોલિસી નિયમો મુજબ છે, જ્યારે નિયમનકારી સંસ્થાઓનું માનવું છે કે કંપનીએ પોતાની પ્રભાવી સ્થિતિનો દુરુપયોગ કરીને યુઝર્સની પ્રાઈવસી સાથે બાંધછોડ કરી છે.



 

(10:30 PM IST)