હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
*નેચર મેગેઝીનનો અહેવાલ: વાંદરાઓમાં પણ જોવા મળે છે સમલૈંગિક સંબંધો: જે બિલકુલ નેચરલ છે: આ ઉપરાંત ૫૯ પ્રાયમેટ પ્રજાતિઓમાં જોવા મળતું સમલૈંગિક વર્તન કોઈ અકસ્માત નથી પણ સામાજિક જીવનનો ભાગ છે !
ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું*

મુંબઈ: વિશ્વવિખ્યાત સાયન્સ જર્નલ 'નેચર ઈકોલોજી એન્ડ ઈવોલ્યુશન'માં પ્રકાશિત થયેલા એક અભ્યાસ મુજબ, વાંદરાઓ અને અન્ય પ્રાઈમેટ પ્રજાતિઓમાં સમાન લિંગ વચ્ચેના જાતીય સંબંધો સામાન્ય બાબત છે. સંશોધકોએ માનવી સિવાયની ૫૯ પ્રાઈમેટ પ્રજાતિઓમાં સમલૈંગિક વર્તનના ઉદાહરણો નોંધ્યા છે.
ઠંડા પ્રદેશોમાં વસતા સોનેરી નાકવાળા વાંદરાઓ (ગોલ્ડન સ્નબ-નોઝ્ડ મંકી)માં સમલૈંગિક પ્રકારનું વર્તન પરસ્પર સંબંધો સુધારવા અને જૂથમાં એકતા જાળવવા માટે થતું હોવાનું જણાયું
ઈવોલ્યુશનરી બાયોલોજિસ્ટ વિન્સેન્ટ સાવોલેઈનેનના જણાવ્યા અનુસાર, અત્યાર સુધી ઘણા લોકો સમલૈંગિક વર્તનને માત્ર એક અકસ્માત કે દુર્લભ ઘટના માનતા હતા, પરંતુ વાસ્તવમાં તે પ્રાઈમેટ્સના સામાન્ય સામાજિક જીવનનો એક ભાગ છે. કઠોર વાતાવરણ, શિકારીઓનો ડર અને જટિલ સામાજિક વ્યવસ્થાને કારણે આ પ્રજાતિઓમાં આવા વર્તનો વિકસ્યા હોઈ શકે છે, જે તેમના લાંબા ગાળાના અસ્તિત્વ માટે મહત્વપૂર્ણ સાબિત થયા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
