હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Wednesday, 14th January 2026
બ્રિટનમાં આક્રમક ગણાતી ગ્રે ખિસકોલીઓની વસ્તી નિયંત્રણ માટે ગર્ભનિરોધકનો ઉપયોગ
ખાસ પ્રકારના ફીડર બોક્સમાં ગર્ભનિરોધક દવા યુક્ત હેઝલનટ બટર (માખણ) મૂકવામાં આવશે

યુનાઈટેડ કિંગડમમાં આક્રમક ગણાતી 'ગ્રે સ્કિસકોલી' (ગ્રે સ્ક્વિરલ્સ)ની વસ્તીને નિયંત્રણમાં લાવવા માટે લગભગ ૫ મિલિયન પાઉન્ડ (અંદાજે ૬.૬ મિલિયન ડોલર)નો ખર્ચ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ અંતર્ગત ખાસ પ્રકારના ફીડર બોક્સમાં ગર્ભનિરોધક દવા યુક્ત હેઝલનટ બટર (માખણ) મૂકવામાં આવશે.
સંશોધકોએ આ માટે એક એવું પ્રોટોટાઈપ ફીડર તૈયાર કર્યું છે જે ભારે વજન ધરાવતી ગ્રે ખિસકોલીઓને અંદર પ્રવેશવા દેશે, પરંતુ નાની અને હળવી લાલ ખિસકોલીઓને તેનાથી સુરક્ષિત રાખશે.
આ પદ્ધતિનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક લાલ ખિસકોલીઓને બચાવવાનો છે. જો આ પ્રયોગ સફળ રહેશે, તો ખિસકોલીઓને મારી નાખવા કરતા આ પદ્ધતિ વધુ અસરકારક અને સસ્તી સાબિત થઈ શકે છે.
(1:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
