હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ભારતીય વાયુસેનાને :3.22 લાખ કરોડના 114 રાફેલ : ભારત-ફ્રાન્સ વચ્ચે થશે સૌથી મોટી ડિફેન્સની ડીલ
ભારતીય એરફોર્સ પાસે કુલ 176 રાફેલ યુદ્ધવિમાનો થઈ જશે:હાલ ભારતીય વાયુસેના પાસે 36 રાફેલ જેટ પહેલેથી જ બેડામાં સામેલ છે: ભારતીય નૌસેનાએ ગત વર્ષ 26 રાફેલ યુદ્ધવિમાનોનો ઓર્ડર આપ્યો

ભારતીય વાયુસેનાના સ્ક્વોર્ડનની સંખ્યાની ચર્ચા વચ્ચે ભારત અને ફ્રાંસ વચ્ચે રાફેલ ફાઈટર જેટની વધુ ખરીદીને લઈને વાતચીત ઝડપી બની છે.
જાણકારી મુજબ આ સપ્તાહે સંરક્ષણ મંત્રાલયની એક ઉચ્ચસ્તરીય બેઠકમાં ફ્રાંસ પાસેથી 114 રાફેલ ફાઈટર જેટની ખરીદીના પ્રસ્તાવ પર ચર્ચા થઈ રહી છે. આ ડીલની અંદાજિત કિંમત લગભગ 3.2 લાખ કરોડ રૂપિયા જણાવાય રહી છે. ડીલ પ્રમાણે, મોટાભાગના રાફેલ જેટ ભારતમાં જ બનાવવામાં આવશે અને તેમાં લગભગ 30 ટકા સ્વદેશી ઉપકરણો અને તકનીકનો ઉપયોગ કરાશે.
ન્યૂઝ એજન્સી એએનઆઈએ સંરક્ષણ સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે ભારત અને ફ્રાસ વચ્ચે આ ડીલમાં ભારતીય વાયુસેનાને 12થી 18 રાફેલ યુદ્ધવિમાનો સીધા ફ્લાઈ અવે કંડીશનમાં પણ મળી શકે છે. સૂત્રો મુજબ, આગામી બેથી ત્રણ દિવસોમાં સંરક્ષણ મંત્રાલયની એક હાઈલેવલ મીટિંગમાં આ પ્રસ્તાવ પર ચર્ચા થશે. આ યોજના હેઠળ ભારત, ફ્રાંસને એ પણ આગ્રહ કરી રહ્યં છે કે ગવર્નમેન્ટ ટૂ ગવર્નમેન્ટ સમૂતી દ્વારા રાફેલ યુદ્ધવિમાનોમાં ભારતીય હથિયારો અને અન્ય સ્વદેશી સિસ્ટમને લગાવવાની મંજૂરી આપવામાં આવે. જો કે આ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે વિમાન સાથે જોડાયેલા સોર્સ કોડ ફ્રાંસી પાસે જ રહેશે.
એ પણ ધ્યાન આપવા જેવી વાત છે કે ભારત ફ્રાંસની સાથે આ ડીલ એવા સમયે આગળ વધારી રહ્યું છે, જ્યારે અમેરિકા અને રશિયા બંને પોતાની પાંચમી પેઢીના યુદ્ધવિમાનો, જેવા કે એફ-35 અને એસયુ-57, ભારતીય વાયુસેનાને ઓફર કરી ચુક્યા છે.
તેમ છતાં ભારત રફાલ ડીલ પર ફોકસ કરી રહ્યું છે. આ પ્રસ્તાવ હેઠળ વિમાનોમાં સ્વદેશી હિસ્સેદારી લગભગ 30 ટકા જ હશે, જ્યારે સામાન્ય રીતે મેક ઈન ઈન્ડિયા સાથે જોડાયેલી ડીલ્સમાં 50થી 60 ટકા સુધી દેશી કંટેન્ટની આશા કરવામાં આવે છે.
જો આ સોદાને મંજૂરી મળી જશે, તો તે ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ડિફેન્સડીલ હશે. તેના પછી ભારતીય સેના પાસે કુલ 176 રાફેલ યુદ્ધવિમાન થઈ જશે. હાલ ભારતીય વાયુસેનાના બેડામાં 36 રફાલ જેટ પહેલેથી જ સામેલ છે. જ્યારે ભારતીય નૌસેનાએ ગત વર્ષ 26 રાપેલ યુદ્ધવિમાનોનો ઓર્ડર આપ્યો હતો.
ભારતીય વાયુસેનાએ 114 રાફેલ યુદ્ધવિમાનો સાથે જોડાયેલા પ્રસ્તવને કેટલાક મહિના પહેલા જ સંરક્ષણ મંત્રાલયને સોંપ્યો હતો. હવે સંરક્ષણ મંત્રાલયની મંજૂરી બાદ આ પ્રસ્તાવને આખરી મંજૂરી માટે કેબિનેટ કમિટી ઓન સિક્યોરિટીની પાસે મોકલવામાં આવશે.
આ પ્રસ્તાવને આગળ વધારવાનો નિર્ણય રાફેલ જેટના તાજેતરના ઓપરેશનલ પ્રદર્શન બાદ લેવામાં આવ્યો છે, જ્યાં તેણે પાકિસ્તાન વિરુદ્ધ મિશન દરમિયાન પ્રભાવી ભૂમિકા નિભાવી હતી. જણાવવામાં આવે છે કે આ દરમિયાન રાફેલમાં લાગેલી આધુનિક ઈલેટ્રોનિક સિસ્ટમનો સારો ઉપયોગ થયો. તે ભારતમાં બનનારા રાફેલ યુદ્ધવિમાનોમાં સ્વદેશી હિસ્સેદારી વધારવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે અને આશા છે કે મેડ ઈન ઈન્ડિયા રાફેલમાં દેશી કન્ટેન્ટ 60 ટકાથી વધારે હોઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
