તા. ૧૦ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૧ શુક્રવાર
News of Wednesday, 14th January 2026
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએઃ કતારની ચેતવણી અને ઈરાનના સુરક્ષા વડાએ ટ્રમ્પને ‘હત્યારા’ ગણાવ્યા
ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શન યથાવત, ટ્રમ્પના દૂતની ગુપ્ત મુલાકાત અને ઈઝરાયેલનો યુએન સાથે છેડો ફાડવાનો નિર્ણય

પશ્ચિમ એશિયામાં ભૌગોલિક રાજકીય તણાવ જોખમી સ્તરે પહોંચ્યો છે. ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો ઉગ્ર બન્યા છે અને હજારોની સંખ્યામાં લોકોના મોતના અહેવાલો છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત ઈરાન પર દબાણ વધારી રહ્યા છે.
ટ્રમ્પના વિશેષ દૂતે ગુપ્ત રીતે ઈરાનના દેશવટો ભોગવી રહેલા ક્રાઉન પ્રિન્સ પહેલવી સાથે મુલાકાત કરી હોવાના અહેવાલોએ બળતામાં ઘી હોમ્યું છે.
આ ઘટનાક્રમ વચ્ચે ઈરાનના સિક્યુરિટી ચીફ અલી લારીજાનીએ આકરા પ્રહારો કરતા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને ‘હત્યારા’ ગણાવ્યા છે.
બીજી તરફ, કતારે અમેરિકાને સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપી છે કે જો અમેરિકા ઈરાન પર સૈન્ય હુમલો કરશે તો તેના પરિણામો સમગ્ર વિશ્વ માટે વિનાશક હશે. આ દરમિયાન, ઈઝરાયેલે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની અનેક એજન્સીઓ સાથે પોતાના સંબંધો તોડી નાખવાની જાહેરાત કરીને કૂટનીતિના મોરચે નવો વિવાદ સર્જ્યો છે.
(11:33 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
