<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ગ્રીનલેન્ડ ખરીદવાની ટ્રમ્પની ઈચ્છા પર પાણી ફરી વળ્યુંઃ ગ્રીનલેન્ડના વડાપ્રધાને અમેરિકી પ્રસ્તાવ ફગાવતા ટ્રમ્પ લાલઘૂમ

ગ્રીનલેન્ડે ડેનમાર્ક સાથે રહેવાનું પસંદ કર્યું, અકળાયેલા ટ્રમ્પે કહ્યું- ‘હું નથી જાણતો ગ્રીનલેન્ડના પીએમ કોણ છે’

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ગ્રીનલેન્ડ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરી છે, જેને ગ્રીનલેન્ડ સરકારે સદંતર ફગાવી દીધી છે. ટ્રમ્પનું માનવું છે કે રશિયા અને ચીનની વધતી ગતિવિધિઓને રોકવા માટે ગ્રીનલેન્ડ પર અમેરિકાનું નિયંત્રણ જરૂરી છે. જોકે, ગ્રીનલેન્ડના વડાપ્રધાન જેન્સ-ફ્રેડરિક નીલસને કોપનહેગનમાં સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અમેરિકાને બદલે ડેનમાર્ક સાથે જ રહેવાનું પસંદ કરશે અને સ્વાયત્ત આર્કટિક ક્ષેત્ર ડેનિશ જ રહેશે.

આ નિવેદનથી અકળાયેલા ડોનાલ્ડ ટ્રમ્પે મીડિયા સામે પોતાનો ગુસ્સો ઠાલવતા કહ્યું હતું કે, "હું નથી જાણતો કે ગ્રીનલેન્ડના વડાપ્રધાન કોણ છે, પરંતુ હવે તેમને મોટી સમસ્યાનો સામનો કરવો પડશે." આ ઘટનાએ અમેરિકા અને યુરોપીય દેશો વચ્ચેના સંબંધોમાં નવી ખટાશ પેદા કરી છે.

(11:33 AM IST)