<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

થાઈલેન્ડમાં ગમખ્વાર ટ્રેન અકસ્માતઃ પાટા પરથી ટ્રેન ઉતરી જતા ૨૨ મુસાફરોનાં મોત અને ૩૦થી વધુ ઘાયલ: બચાવ કામગીરી પુરજોશમાં શરૂ, મૃત્યુઆંક વધવાની શક્યતા

થાઈલેન્ડમાં આજે એક મોટી ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. પ્રાથમિક અહેવાલો મુજબ, એક પેસેન્જર ટ્રેન અચાનક પાટા પરથી ઉતરી ગઈ હતી, જેના કારણે ગંભીર અકસ્માત થયો છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં ૨૨ લોકોના મોત થયા હોવાની પુષ્ટિ થઈ છે, જ્યારે ૩૦થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તોને નજીકની હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા છે અને બચાવ ટુકડીઓ ઘટનાસ્થળે કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે. અકસ્માતની તીવ્રતા જોતા મૃત્યુઆંક વધવાની ભીતિ સેવાઈ રહી છે.

(11:35 AM IST)