તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૪ શનિવાર
News of Wednesday, 14th January 2026
તેલંગાણામાં માનવતા શર્મસાર: ચૂંટણી વચન પાળવા સરપંચોએ ૫૦૦ શ્વાનોને ઝેરી ઇન્જેક્શન આપી મારી નાખ્યા

તેલંગાણાના બે જિલ્લાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણી બાદ જીતેલા સરપંચોએ રખડતા શ્વાનોનો ત્રાસ દૂર કરવાના નામે ક્રૂરતાની હદ વટાવી દીધી છે. માત્ર એક અઠવાડિયામાં ૫૦૦ જેટલા શ્વાનોની હત્યા કરાઈ છે.
તેલંગાણાના કામરેડ્ડી અને હમનકોંડા જિલ્લામાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીંની ગ્રામ પંચાયતોની ચૂંટણી દરમિયાન ઉમેદવારોએ મતદારોને વચન આપ્યું હતું કે જો તેઓ જીતશે તો ગામમાંથી રખડતા શ્વાનોનો ત્રાસ દૂર કરશે.
ચૂંટણી જીત્યા બાદ આ વચન પૂરું કરવા માટે સ્થાનિક સરપંચોએ કથિત રીતે શ્વાનોને પકડવાનું અભિયાન શરૂ કર્યું હતું. આરોપ છે કે છેલ્લા થોડા દિવસોમાં જ ઝેરી ઇન્જેક્શન આપીને અંદાજે ૫૦૦ જેટલા શ્વાનોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે.
'સ્ટ્રે એનિમલ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા' સાથે જોડાયેલા ગૌતમ નામના પ્રાણી પ્રેમીએ ૧૨ જાન્યુઆરી, ૨૦૨૬ના રોજ માચારેડ્ડી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવાયું છે કે પાલવાંચા મંડળના પાંચ ગામોમાં ૨૦૦થી વધુ શ્વાનો માર્યા ગયા છે અને મંદિરની પાછળના વિસ્તારમાં શ્વાનોના મૃતદેહો મળી આવ્યા હતા.
આ કામ માટે કિશોર પાંડે નામના વ્યક્તિની નિમણૂક કરવામાં આવી હોવાનો પણ આક્ષેપ છે. આ ઘટનાએ પશુ પ્રેમીઓમાં ભારે રોષ જગાડ્યો છે.
(12:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
