<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

હરિદ્વારમાં હૃદયદ્રાવક દુર્ઘટના: પિતાના વાહન નીચે કચડાઈ જતાં ૩ વર્ષની માસૂમ બાળકીનું મોત

ઉત્તરાખંડના હરિદ્વાર જિલ્લાના ઝબરેડા વિસ્તારમાં કાળજું કંપાવી દે તેવી ઘટના બની છે. પિતા જ્યારે કામ પરથી ઘરે પરત ફર્યા ત્યારે તેમને મળવા દોડેલી ૩ વર્ષની દીકરી પિતાના જ વાહન નીચે કચડાઈ ગઈ હતી.

મળતી માહિતી મુજબ, ઝબરેડાના રહેવાસી રવિ કુમાર વ્યવસાયે લોડિંગ વાહન ચલાવે છે. સોમવારે રાત્રે આશરે ૮ વાગ્યાની આસપાસ તેઓ પોતાનું કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા. રવિ કુમાર જ્યારે ઘરના આંગણામાં પોતાની ગાડી રિવર્સ લઈ રહ્યા હતા, ત્યારે ગાડીનો અવાજ સાંભળીને તેમની ૩ વર્ષની નાની દીકરી નીલમ ઉત્સાહમાં આવીને પિતાને મળવા માટે દોડી હતી. 

પિતાને ખ્યાલ ન રહ્યો અને બાળકી વાહનના પાછળના ટાયર નીચે આવી ગઈ, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

(1:01 PM IST)