News of Wednesday, 14th January 2026
જમીન પચાવી પાડવાના કેસમાં પરમ આધ્યાત્મિક સંત શ્રી શ્રી રવિશંકરને મોટી રાહત: કર્ણાટક હાઈકોર્ટે તપાસ પર રોક લગાવી

કર્ણાટક હાઈકોર્ટે આર્ટ ઓફ લિવિંગના સ્થાપક શ્રી શ્રી રવિશંકર વિરુદ્ધ જમીન દબાણના કેસમાં ચાલી રહેલી તપાસ પર રોક લગાવી દીધી છે. કોર્ટે અવલોકન કર્યું છે કે પ્રથમ દ્રષ્ટિએ તેમની સામે કોઈ આરોપ સાબિત થતો જણાતો નથી.
આ કેસમાં શ્રી શ્રી રવિશંકર સામે જમીન પચાવી પાડવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા, પરંતુ હાઈકોર્ટના મનાઈહુકમથી તેમને મોટી કાનૂની રાહત મળી છે. કોર્ટે તપાસ એજન્સીઓને હાલ પૂરતી કોઈ પણ કડક કાર્યવાહી ન કરવા આદેશ આપ્યો છે.
(2:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
