News of Wednesday, 14th January 2026
ગુજરાતના ગાંધાર ઓઈલફિલ્ડમાં ઓએનજીસી દ્વારા ભારતનો પ્રથમ મેગા ‘કાર્બન કેપ્ચર’ પ્રોજેક્ટ લોન્ચ

પર્યાવરણ સુરક્ષાની દિશામાં એક મોટું પગલું ભરતા ઓએનજીસી દ્વારા ગુજરાતના ગાંધાર ઓઈલફિલ્ડ ખાતે ભારતનો પ્રથમ મોટા પાયે કાર્બન કેપ્ચર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટ હેઠળ પ્રદૂષણ ફેલાવતા કાર્બન ડાયોક્સાઈડને જમીનમાં ઉતારી દેવામાં આવશે.
આ પ્રોજેક્ટ અંતર્ગત દરરોજ અંદાજે ૧૦૦ ટન જેટલો કાર્બન ડાયોક્સાઈડ વાતાવરણમાં ભળતો અટકાવીને તેને એકઠો કરવામાં આવશે. ત્યારબાદ આ ગેસને જૂના અને ખાલી પડેલા તેલના કુવાઓમાં જમીનમાં ખૂબ ઊંડે ઇન્જેક્ટ કરીને દફનાવી દેવામાં આવશે, જેથી પ્રદૂષણ ઘટાડવામાં મોટી મદદ મળશે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
