News of Wednesday, 14th January 2026
સંરક્ષણ ક્ષેત્રે અત્યાર સુધીની સૌથી મોટી ડીલ: ૩.૨૫ લાખ કરોડના ખર્ચે વધુ રાફેલ જેટ ખરીદાશે

ભારતીય વાયુસેનાની તાકાતમાં અનેકગણો વધારો કરવા માટે કેન્દ્ર સરકારે ૩.૨૫ લાખ કરોડ રૂપિયાના ખર્ચે રાફેલ મેગા ડીલને મંજૂરી આપી છે. આ ડીલમાં ‘મેક ઈન ઈન્ડિયા’ને પ્રાધાન્ય આપતા ૩૦ ટકા સ્વદેશી ઉપકરણોનો ઉપયોગ થશે.
નવા કરાર મુજબ ૧૨ થી ૧૮ જેટલા રાફેલ વિમાનો તૈયાર હાલતમાં ભારત આવશે, જ્યારે બાકીના ભારતમાં જ તૈયાર કરાશે અથવા તેમાં ભારતીય હથિયારો ઇન્ટીગ્રેટ કરવામાં આવશે. આ ડીલ સાથે ભારતીય વાયુસેનામાં કુલ રાફેલ વિમાનોની સંખ્યા વધીને ૧૭૬ પર પહોંચશે.
(2:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
