News of Wednesday, 14th January 2026
જન્મ તારીખના પુરાવા તરીકે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડ માન્ય ગણાશે નહીં: મધ્યપ્રદેશ હાઈકોર્ટ

મધ્યપ્રદેશ હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે આધાર કાર્ડ અને મતદાર ઓળખપત્ર (વોટર આઈડી) ને જન્મ તારીખના નિર્ણાયક પુરાવા તરીકે ગણી શકાય નહીં.
કોર્ટે જણાવ્યું હતું કે આ દસ્તાવેજો માત્ર ઓળખના પુરાવા માટે છે અને ઉંમર સાબિત કરવા માટે જન્મનું પ્રમાણપત્ર અથવા શાળા છોડ્યાનું પ્રમાણપત્ર (એલસી) જેવા દસ્તાવેજો જ વધુ વિશ્વસનીય ગણવામાં આવશે. આ ચુકાદાની અસર ઘણા કાનૂની અને સરકારી કામકાજો પર પડી શકે છે.
(2:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
