News of Wednesday, 14th January 2026
જામનગર એરપોર્ટ પર પોલીસ અને એજન્સીઓનો જંગી કાફલો ખડકાયો : એરપોર્ટ પરિસર પોલીસ છાવણીમાં ફેરવાયું: જિલ્લા પોલીસ વડા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે : એલસીબી અને એસઓજી જેવી ક્રાઈમ બ્રાન્ચની ટીમો દ્વારા સઘન કોમ્બિંગ હાથ ધરાયું

જામનગર : એરપોર્ટ ઓથોરિટીને બોમ્બની ધમકી મળતાની સાથે જ જામનગરનું એરપોર્ટ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે. આ ઈ-મેઈલ મળતાની સાથે જ જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈની, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ તાત્કાલિક એરપોર્ટ પર દોડી આવ્યા હતા.
માત્ર સ્થાનિક પોલીસ જ નહીં, પરંતુ એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) અને એસઓજી (સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ) જેવી ક્રાઈમ બ્રાન્ચની વિશેષ ટીમો પણ તપાસમાં જોડાઈ છે. એરપોર્ટના સુરક્ષા પ્રોટોકોલ મુજબ તાત્કાલિક અસરથી મોટો પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.
જામનગર એરપોર્ટ ભારતીય વાયુસેનાના નિયંત્રણ હેઠળ હોવાથી તેની સુરક્ષાનું મહત્વ અનેકગણું વધી જાય છે. આ કારણોસર સમગ્ર એરપોર્ટ પરિસરને કોર્ડન કરી લેવામાં આવ્યું છે અને કોઈપણ અનિચ્છનીય બનાવને રોકવા માટે સુરક્ષા જવાનો સ્ટેન્ડ-ટુની પોઝિશનમાં છે.
(3:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
