News of Wednesday, 14th January 2026
બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્કવોડ દ્વારા જામનગર એરપોર્ટના ખૂણેખૂણાની તપાસ : રનવેથી પાર્કિંગ સુધી ચેકિંગ: ટર્મિનલ બિલ્ડિંગ અને રનવે વિસ્તારમાં સઘન તપાસ અભિયાન : જ્યાં સુધી પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને સુરક્ષિત હોવાની ખાતરી ન થાય ત્યાં સુધી સુરક્ષા વ્યવસ્થા અકબંધ રાખવાનો નિર્ણય

જામનગર : ધમકીના પગલે સમગ્ર એરપોર્ટ સંકુલમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોડ અને ડોગ સ્કવોડની મદદથી એરપોર્ટના દરેક ખૂણાને તપાસવામાં આવી રહ્યા છે. જેમાં ખાસ કરીને પેસેન્જર ટર્મિનલ બિલ્ડિંગ, રનવે વિસ્તાર, અને પાર્કિંગ ઝોનનો સમાવેશ થાય છે.
સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, વર્તમાન ધમકીને પૂરી ગંભીરતાથી લેવામાં આવી રહી છે. જ્યાં સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળે અથવા પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં અને સુરક્ષિત હોવાની ખાતરી ન થાય, ત્યાં સુધી આ કડક સુરક્ષા વ્યવસ્થા યથાવત રાખવામાં આવશે. અગાઉ પણ ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળવાના બનાવો બન્યા હતા જે પાછળથી અફવા સાબિત થયા હતા, પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા માંગતું નથી. તેથી આધુનિક સાધનો સાથે સુરક્ષા જવાનો એરપોર્ટના ખૂણેખૂણાને ફેંદી રહ્યા છે.
(3:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
