<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

મુસાફરોનું બારીકાઈથી ચેકિંગ અને ઈમરજન્સી સેવાઓ સ્ટેન્ડ બાય : સાયબર સેલ ઈ-મેઈલના મૂળ સુધી પહોંચવા સક્રિય: એરપોર્ટ પર બિનજરૂરી અવરજવર પર પ્રતિબંધ : ફાયર બ્રિગેડ અને એમ્બ્યુલન્સ તૈનાત : સાયબર સેલ દ્વારા ધમકી આપનારને શોધવા કવાયત તેજ

જામનગર : સુરક્ષાના ભાગરૂપે એરપોર્ટ પર આવતા-જતા તમામ મુસાફરો અને તેમના સામાનનું અત્યંત બારીકાઈથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એરપોર્ટ પર મુસાફરો સિવાયની બિનજરૂરી અવરજવર રોકવા માટે અજાણ્યા વ્યક્તિઓના પ્રવેશ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન મુજબ ફાયર બ્રિગેડની ગાડીઓ અને એમ્બ્યુલન્સ જેવી કટોકટી સેવાઓને પણ સ્ટેન્ડ બાય પર રાખવામાં આવી છે. આર્મી અને એરફોર્સના ઉચ્ચ અધિકારીઓ પણ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. 

બીજી તરફ, આ ધમકીભર્યો ઈ-મેઈલ ક્યાંથી આવ્યો અને કોણે મોકલ્યો તે શોધવા માટે પોલીસ અને સાયબર સેલની ટીમો કામે લાગી છે. ઈ-મેઈલના આઈપી એડ્રેસ અને સર્વરની વિગતો મેળવીને ધમકી આપનાર સ્ત્રોતને શોધવા માટેની ટેકનિકલ તપાસ પુરજોશમાં ચાલી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ જામનગર એરપોર્ટ પર વિદેશી ફ્લાઈટ્સને બોમ્બની ધમકી મળવાને કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરાવવાની ફરજ પડી હતી.

(3:05 PM IST)