<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ભારત હવે અમેરિકાના નેતૃત્વવાળા ‘પેક્સ સિલિકા’ ગઠબંધનનું પૂર્ણ સભ્ય બનશે

સેમિકન્ડક્ટર અને ટેકનોલોજી ક્ષેત્રે ભારતનું મહત્વ વધી રહ્યું છે ત્યારે ભારત હવે અમેરિકાના નેતૃત્વ હેઠળના વ્યૂહાત્મક જોડાણ ‘પેક્સ સિલિકા’ નું પૂર્ણ સભ્ય બનવા જઈ રહ્યું છે.

 

આ ગઠબંધનમાં હાલમાં જાપાન, દક્ષિણ કોરિયા, સિંગાપોર, નેધરલેન્ડ, યુનાઇટેડ કિંગડમ, ઇઝરાયેલ, યુએઈ અને ઓસ્ટ્રેલિયા જેવા દેશો સામેલ છે. ભારતનો સમાવેશ થવાથી વૈશ્વિક ચિપ સપ્લાય ચેઈન અને ટેકનોલોજીકલ સહયોગમાં ભારતની ભૂમિકા વધુ મજબૂત બનશે.

 

(3:21 PM IST)