તા. ૧૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ ભાદરવા સુદ – ૧ શનિવાર
News of Wednesday, 14th January 2026
તમિલનાડુ સરકાર અને સર્વમ એઆઈ વચ્ચે ઐતિહાસિક કરાર: ચેન્નાઈમાં ભારતનો પ્રથમ ‘સોવરેન એઆઈ પાર્ક’ સ્થપાશે

તમિલનાડુ રાજ્ય સરકારે ભારતનો સૌપ્રથમ સાર્વભૌમ (સોવરેન) એઆઈ પાર્ક વિકસાવવા માટે સર્વમ એઆઈ સાથે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાના સમજૂતી કરાર (એમઓયુ) કર્યા છે. આ પ્રોજેક્ટ અંતર્ગત અત્યાધુનિક ડેટા સેન્ટર, મોડેલિંગ અને કમ્પ્યુટિંગ સુવિધાઓ ઉભી કરવામાં આવશે.
તમિલનાડુના ચેન્નાઈ ખાતે આકાર પામનાર આ એઆઈ પાર્ક ભારતના ટેકનોલોજી ક્ષેત્રે એક મોટી ક્રાંતિ સમાન ગણવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટમાં ડેટા સુરક્ષા અને સ્વદેશી એઆઈ મોડલ્સ પર વિશેષ ભાર મૂકવામાં આવશે. આ પાર્કના નિર્માણને કારણે અંદાજે ૧,૦૦૦ જેટલી નવી ટેકનોલોજી આધારિત રોજગારીનું સર્જન થવાની શક્યતા છે.
(3:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
