<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

બોલ્ટનમાં ગમખ્વાર અકસ્માત: સામસામે અથડામણમાં ૧૮ વર્ષીય ફરહાન પટેલ સહિત ૧૮-૧૯ વર્ષના ત્રણ કિશોરો અને ટેક્સી ચાલકનું મોત: જનાઝામાં સેંકડો લોકો ઉમટ્યા

​યુકેના બોલ્ટન શહેરમાં રવિવારે રાત્રે ૧૨:૪૫ વાગ્યાના સુમારે એક હૃદયદ્રાવક ઘટના બની હતી, જેમાં લાલ રંગની સીટ લિયોન કાર અને સિટ્રોએન સી૪ પિકાસો ટેક્સી વચ્ચે સામસામે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માતમાં સીટ લિયોન કારમાં સવાર ત્રણ કિશોરો - ૧૮ વર્ષીય મોહમ્મદ જિબ્રાઈલ મુખ્તાર, ૧૮ વર્ષીય ફરહાન પટેલ અને ૧૯ વર્ષીય મુહમ્મદ દાન્યાલ અસગર અલીનું મોત નીપજ્યું હતું. જ્યારે સામેની ટેક્સી ચલાવી રહેલા બ્લેકબર્નના ૫૪ વર્ષીય મસરોબ અલીનું પણ ઘટનાસ્થળે જ કરૂણ મોત થયું હતું.

​આ દુર્ઘટનામાં અન્ય પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાં સિટ્રોએન કારમાં સવાર ૨૯ વર્ષીય મહિલાને જીવલેણ ઈજાઓ પહોંચી છે, જ્યારે ૨૮ વર્ષીય મહિલા અને ૩૦ વર્ષીય પુરુષ ગંભીર રીતે ઘાયલ થયા છે. મંગળવારે બપોરે બોલ્ટનની ઝકરિયા જામે મસ્જિદમાં મૃતક કિશોરોની અંતિમયાત્રા (જનાઝા) નીકળી હતી, જેમાં સેંકડો લોકોએ હાજરી આપી હતી અને શોક વ્યક્ત કર્યો હતો.

​મૃતક ટેક્સી ડ્રાઈવર મસરોબ અલીના પરિવારે જણાવ્યું હતું કે તેઓ ખૂબ જ માયાળુ સ્વભાવના હતા અને છેલ્લા એક દાયકાથી ટેક્સી ચલાવતા હતા

(3:50 PM IST)