તા. ૩ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૩ સોમવાર
News of Wednesday, 14th January 2026
ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝનું મોટું નિવેદન: ‘ઈરાનના ઈસ્લામિક શાસનના અંતિમ દિવસો ગણાઈ રહ્યા છે
ફ્રેડરિક મર્ઝે કહ્યું -જ્યારે કોઈ શાસન માત્ર હિંસાના જોરે સત્તા ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેનો અંત નિશ્ચિત હોય છે.

નવી દિલ્હી: ભારતની બે દિવસીય મુલાકાતે આવેલા જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ઈરાનની વર્તમાન સ્થિતિ પર મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે દુનિયા અત્યારે ઈરાનના ઈસ્લામિક રિપબ્લિકના "અંતિમ દિવસો" જોઈ રહી છે.
જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે ભારતમાં પત્રકારો સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, જ્યારે કોઈ શાસન માત્ર હિંસાના જોરે સત્તા ટકાવી રાખવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેનો અંત નિશ્ચિત હોય છે.
ઈરાનની રાજધાની તેહરાન સહિત દેશભરમાં લાખો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે તેવા અહેવાલોનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે, "હું માનું છું કે આપણે હવે આ શાસનના અંતિમ દિવસો અને અઠવાડિયાઓના સાક્ષી બની રહ્યા છીએ." તેમનું આ નિવેદન આંતરરાષ્ટ્રીય સ્તરે ઈરાન સરકાર પર વધી રહેલા દબાણને સ્પષ્ટ કરે છે.
(7:18 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
