<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th January 2026

ચાંદીના ભાવમાં એક જ દિવસમાં 15000નો હાઈજમ્પ :માત્ર 4 દિવસમાં 42,500નો જંગી ઉછાળો : મહા રેકોર્ડ બનાવ્યો

દિલ્હીમાં ચાંદીનો ભાવ રૂપિયા 2,86,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો

નવી દિલ્હી : ચાંદીના ભાવમાં રેકોર્ડબ્રેક વધારો થઈ રહ્યો છે. બુધવારે દિલ્હી બુલિયન બજારમાં ચાંદીના ભાવમાં રૂપિયા 15 હજાર રૂપિયા (5.5 ટકા)નો તીવ્ર વધારો નોંધાયો હતો. આજના તાજેતરના વધારા પછી દિલ્હીમાં ચાંદીનો ભાવ રૂપિયા 2,86,000 પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયો છે. આ અત્યાર સુધીની ચાંદીનો સૌથી વધુ ભાવ છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશને જણાવ્યું હતું કે ચાંદીમાં સતત ચોથા દિવસે પણ મજબૂત વધારો ચાલુ રહ્યો છે.

 

મંગળવારે, ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ રૂપિયા 271,000 પર બંધ થયો. છેલ્લા ચાર દિવસમાં ચાંદીમાં 17.45 ટકા અથવા રૂપિયા 42,500નો વધારો થયો છે. 8 જાન્યુઆરીએ ચાંદીનો ભાવ ₹243,500 હતો.વર્ષ 2026ની શરૂઆતથી ચાંદીનો ભાવ પ્રતિ કિલોગ્રામ આશરે રૂપિયા 47,000 અથવા 20 ટકા વધ્યો છે. 31 ડિસેમ્બર, 2025ના રોજ તે પ્રતિ કિલોગ્રામ રૂપિયા 239,000 પર હતો.

 

મજબૂત વૈશ્વિક વલણોને અનુરૂપ, સોનાના ભાવ પણ પ્રતિ 10 ગ્રામ 1,46,500 ની વિક્રમી સપાટીએ પહોંચ્યા છે. બુધવારે દિલ્હી બુલિયન માર્કેટમાં 99.9 ટકા શુદ્ધ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રૂપિયા 1500 વધી રૂપિયા 1,46,500 થયો. મંગળવારે ભાવ પ્રતિ 10 ગ્રામ 1,45,000 પર બંધ થયો હતો. છેલ્લા ચાર દિવસમાં સોનાનો ભાવ રૂપિયા 1,40,500 થી રૂપિયા 6000 અથવા 4.3 ટકા વધ્યો છે. વર્ષની શરૂઆતથી સોનાના ભાવ રૂપિયા 8800 અથવા 6.4 ટકા વધ્યા છે.

 

(11:20 PM IST)