<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ઈરાન મામલે અમેરિકા દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવાઈ: તેહરાને વિમાની સેવાઓ માટે આકાશ બંધ કર્યું

યુનો: વધતા ભૌગોલિક રાજકીય તણાવ વચ્ચે અમેરિકાએ યુએન સુરક્ષા પરિષદની ઈમરજન્સી બેઠક બોલાવી છે, તો બીજી તરફ ઈરાને સાવચેતીના ભાગરૂપે તેના હવાઈ ક્ષેત્રમાં પ્રતિબંધો લાદ્યા છે.

 

અલ-જઝીરા અને અન્ય મીડિયા અહેવાલો મુજબ, અમેરિકાએ ઈરાનની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની તાત્કાલિક બેઠક બોલાવી છે. આ બેઠક ન્યુયોર્ક સમય મુજબ આજે ગુરુવારે બપોરે ૩:૦૦ વાગ્યે યોજાવાની શક્યતા છે.

 

આંતરરાષ્ટ્રીય સમુદાયની નજર આ બેઠક પર છે, જેમાં ઈરાન સામેના આગામી પગલાંઓ અંગે ચર્ચા થઈ શકે છે.

 

બીજી તરફ, ઈરાનના નાગરિક ઉડ્ડયન સંગઠને સુરક્ષાના કારણોસર "નોટિસ ટુ એરમેન" (નોટામ) જાહેર કરી છે. આ આદેશ મુજબ, ઈરાનનું હવાઈ ક્ષેત્ર તમામ પ્રકારની ફ્લાઈટ્સ માટે બંધ કરવામાં આવ્યું છે. આ પ્રતિબંધ સ્થાનિક સમય મુજબ સવારના ૭:૦૦ વાગ્યા સુધી (યુટીસી સમય મુજબ ૦૩:૩૦ સુધી) લંબાવવામાં આવ્યો છે. માત્ર આંતરરાષ્ટ્રીય સિવિલ ફ્લાઈટ્સને પૂર્વ મંજૂરી સાથે જ અવરજવરની છૂટ આપવામાં આવી છે, જે ક્ષેત્રમાં ગંભીર લશ્કરી ગતિવિધિઓનો અંદેશો આપે છે.

 

(9:32 AM IST)