News of Thursday, 15th January 2026
ઈરાનમાં હત્યાકાંડ યથાવત કે શાંતિ? ટ્રમ્પના દાવા સામે ૩,૪૨૮ પ્રદર્શનકારીઓના મોતના આંકડા
બિન સત્તાવાર મૃત્યુ ૧૦થી ૨૦ હજાર વચ્ચે

તહેરાન: એક તરફ યુએસ પ્રમુખ ટ્રમ્પ દાવો કરી રહ્યા છે કે ઈરાનમાં ફાંસી અને હત્યાઓ અટકી ગઈ છે, ત્યારે બીજી તરફ અહેવાલો જણાવે છે કે ખામેનીના આદેશથી ૩,૪૨૮ લોકોના મોત થયા છે અને ૧૦,૦૦૦થી વધુની ધરપકડ કરાઈ છે. જ્યારે ઇન્ટરનેશનલ ભરોસાપાત્ર અહેવાલોમાં મૃત્યુ આંક ૧૦ થી ૨૦ હજાર વચ્ચેનો ચર્ચાઈ રહ્યો છે.
ઈરાનની આંતરિક સ્થિતિને લઈને વિરોધાભાસી સમાચારો સામે આવ્યા છે. યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે તેમને "વિશ્વસનીય સ્ત્રોતો" દ્વારા જાણવા મળ્યું છે કે ઈરાનમાં ફાંસીની સજા અને હત્યાઓ હવે બંધ થઈ ગઈ છે. જોકે, તેમણે એમ પણ સ્વીકાર્યું હતું કે તેહરાન વિરોધીઓ સામે કડક વલણ અપનાવી રહ્યું છે.
આ દાવાની બરાબર વિરુદ્ધ, નોર્વે સ્થિત ઈરાન હ્યુમન રાઈટ્સ (આઈએચઆર) એનજીઓને ટાંકીને એએફપીએ અહેવાલ આપ્યો છે કે સુપ્રીમ લીડર ખામેનીના શાસને પ્રદર્શનોને કચડી નાખવા દમનકારી નીતિ અપનાવી છે. આંકડા મુજબ, વિરોધ પ્રદર્શનો દરમિયાન સરકારી કાર્યવાહીમાં ઓછામાં ઓછા ૩,૪૨૮ પ્રદર્શનકારીઓ મૃત્યુ પામ્યા છે અને ૧૦,૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ અહેવાલ ટ્રમ્પના શાંતિના દાવા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે.
(9:46 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
