<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

દેશ-વિદેશના મહત્વના સમાચાર

*ઈરાનના વિદેશ મંત્રી ભારત આવશે, અવકાશમાંથી મેડિકલ ઈમરજન્સી,વૈશ્વિક ગતિવિધિઓમાં ગ્રીનલેન્ડનો ડેન્માર્ક સાથે રહેવાનો નિર્ણય, ઈરાનના વિદેશ મંત્રીની ભારત મુલાકાત અને અવકાશમાંથી યાત્રીઓની વાપસી

 *ઈરાનના વિદેશ મંત્રી આજથી ભારત મુલાકાતે: ઈરાન અને ઈઝરાયેલ વચ્ચેના તણાવ વચ્ચે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી આજથી ૧૫-૧૬ જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે આવશે. આ મુલાકાત રાજદ્વારી રીતે ખૂબ મહત્વની માનવામાં આવે છે.

 *ગ્રીનલેન્ડ ડેન્માર્ક સાથે જ રહેશે : ગ્રીનલેન્ડના વડાપ્રધાને સ્પષ્ટતા કરી છે કે તેમનો દેશ ડેન્માર્ક સામ્રાજ્યનો જ હિસ્સો બની રહેશે. અમેરિકા દ્વારા ગ્રીનલેન્ડ ખરીદવાની અટકળો વચ્ચે, ગ્રીનલેન્ડના અધિકારીઓ વ્હાઇટ હાઉસમાં યુએસ ઉપપ્રમુખ જેડી વેન્સ સાથે મુલાકાત કરીને નીકળ્યા બાદ આ નિવેદન આવ્યું છે.

 *અવકાશમાંથી મેડિકલ ઈવેક્યુએશન* ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન (આઈએસએસ) પરથી પ્રથમ વખત મેડિકલ ઈમરજન્સીના કારણે ચાર અવકાશયાત્રીઓને પૃથ્વી પર પરત લાવવામાં આવી રહ્યા છે. આ ઘટનાને 'મેડિકલ ઈવેક્યુએશન' નામ આપવામાં આવ્યું છે.

(9:48 AM IST)