News of Thursday, 15th January 2026
ઉદયપુરના કલાકારે ૭૫ કલાકમાં બનાવી સોનાની ૭૫ પતંગો
આ પતંગો એટલી સૂક્ષ્મ છે કે નરી આંખે જોઈએ તો સોનાની ડસ્ટ પડી હોય એવું જ લાગે, પરંતુ માઇક્રોસ્કોપમાંથી જોવાથી પતંગનો શેપ સ્પષ્ટ થાય

ઉદયપુર,તા.૧૫: રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા વિશ્વવિખ્યાત માઇક્રો-આર્ટિસ્ટ ડો. ઇકબાલ સક્કાએ મકરસંક્રાન્તિ નિમિત્તે એક અદ્વુત રેકોર્ડબ્રેક કામ કર્યું છે. તેમણે લગાતાર ૭૫ કલાકમાં ૭૫ સોનાની પતંગો બનાવી છે. આ પતંગો એટલી સૂક્ષ્મ છે કે નરી આંખે જોઈએ તો સોનાની ડસ્ટ પડી હોય એવું જ લાગે, પરંતુ માઇક્રોસ્કોપમાંથી જોવાથી પતંગનો શેપ સ્પષ્ટ થાય છે. ડો. ઇકબાલ સક્કાએ આ પહેલાં પણ પોતાની માઇક્રો-સ્કલ્પ્ચરની કળાથી દુનિયાને અચંબામાં મૂકી છે અને લગભગ ૧૨૧ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યા છે. તાજેતરમાં ૭૫ કલાકમાં ૭૫ પતંગો બનાવવાની આ સફળતાને ઑફિશ્યલી હિન્દુસ્તાન બુક ઑફ રેકોર્ડ્સમાં સ્થાન મળ્યું છે. ડો. ઇકબાલ સક્કાનું કહેવું છે કે આ દરેક પતંગ એકબીજાથી જુદી છે અને એ દરેક એક અનોખા રેકોર્ડ સમાન હોવાથી ઇન્ડિયા બુકમાં ૭૫ અલગ રેકોર્ડ નોંધાયા છે. આવું થવાથી ૭૫ કલાકના ગાળામાં ૭૫ રેકોર્ડ બનાવવાની ઉપલબ્ધિ પણ આ કલાકારના ફાળે જાય છે.
(10:00 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
