<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

હવે રવિવારે ઇન્‍દોરમાં નિર્ણાયક મુકાબલો

રાજકોટ વન-ડેમાં ટીમ ઇન્‍ડિયાનો પરાજયઃ બોલરોએ નિરાશ કર્યા : કેએલરાહૂલની સદી એળે ગઇઃ મોટી ભાગીદારી કરવામાં બેટરો નિશ્‍ફળ રહ્યાઃ નીતિશ રેડ્ડી તક ઝડપી ન શકયો

રાજકોટઃ ભારત અને ન્‍યૂઝીલેન્‍ડ વચ્‍ચે રમાઈ રહેલી ત્રણ મેચોની વનડે સીરિઝની બીજી મેચ રાજકોટના નિરંજન શાહ સ્‍ટેડિયમમાં રમાઈ હતી. જેમાં ભારતીય ટીમને ન્‍યૂઝીલેન્‍ડે ૭ વિકેટથી હરાવી છે. આ જીત સાથે સીરિઝમાં ૧-૧ની બરાબરી થઈ ગઈ છે. ભારતીય ટીમે ટોસ હારીને પહેલા બેટિગ કરતા ૫૦ ઓવરમાં ૭ વિકેટે ૨૮૪ રન બનાવ્‍યા હતા. ભારતે ન્‍યૂઝીલેન્‍ડને ૨૮૫ રનનો ટાર્ગેટ આપ્‍યો હતો. ન્‍યૂઝીલેન્‍ડની ટીમે ૪૭.૩ ઓવરમાં ૩ વિકેટના નુકસાન પર ૨૮૬ રન બનાવીને જીત હાંસલ કરી લીધી છે. ડેરિલ મિચેલની અણનમ સદી અને વિલ યંગના ૮૭ રને મેચ પલટી નાખી હતી.

આ મેચમાં કેએલ રાહુલે શાનદાર બેટિગ કરતા પોતાની કારકિર્દીની ૮મી વનડે સદી ફટકારી ભારતને મજબૂત સ્‍થિતિમાં પહોંચાડ્‍યું હતું. પરંતુ રાહુલના ૧૧૨ રન પણ જીત ન અપાવી શક્‍યા. જણાવી દઈએ કે, વડોદરામાં પહેલી મેચ ભારતીય ટીમે જીતી હતી. હવે સીરિઝનો નિર્ણાયક મુકાબલો રવિવારે (૧૮ જાન્‍યુઆરી) ઇન્‍દોરમાં રમાશે.

ટોપ ઓર્ડરની શરૂઆત ટોસ હારીને પ્રથમ બેટિગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી. કેપ્‍ટન શુભમન ગિલે ૫૬ રન અને રોહિત શર્માએ ૨૪ રન બનાવી પ્રથમ વિકેટ માટે ૭૦ રન જોડ્‍યા હતા. જોકે, મધ્‍યક્રમમાં વિરાટ કોહલી (૨૩) અને શ્રેયસ અય્‍યર (૮) મોટી ઇનિગ રમવામાં નિષ્‍ફળ રહ્યા હતા.

રાહુલની લડાયક ઇનિંગ એક સમયે ભારતીય ટીમે ૧૧૮ રનમાં ૪ વિકેટ ગુમાવી દીધી હતી, ત્‍યારે કેએલ રાહુલે જવાબદારી સંભાળી હતી. રાહુલે ૯૨ બોલમાં અણનમ ૧૧૨ રન બનાવ્‍યા હતા, જેમાં શાનદાર ચોગ્‍ગા અને છગ્‍ગાનો સમાવેશ થાય છે. તેણે રવિન્‍દ્ર જાડેજા (૨૭) સાથે ૭૩ રનની અને નીતીશ કુમાર રેડ્ડી (૨૦) સાથે ૫૭ રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી કરી હતી.

ન્‍યૂઝીલેન્‍ડ તરફથી યુવા બોલર ક્રિヘયિન ક્‍લાર્કે પ્રભાવશાળી બોલિગ કરતા ૩ વિકેટ ઝડપી હતી. જ્‍યારે ઝાકરી ફોલ્‍કેસે પણ એક સફળતા મેળવી હતી. કિવી સ્‍પિનરોએ વચ્‍ચેની ઓવરોમાં રન ગતિ પર અંકુશ રાખ્‍યો હતો, પરંતુ અંતિમ ઓવરોમાં રાહુલે આક્રમક બેટિગ કરી ભારતનો સ્‍કોર ૨૮૦ને પાર પહોંચાડ્‍યો હતો.

પ્‍લેઇંગ ઇલેવનમાં  નીતિશરેડ્ડીને સ્‍થાન આપવામાં આવ્‍યું હતું પરંતુ તે કંઇ ખાસ અસર દેખાડી શકયો નહતો. હર્ષિત રાણા, પ્રસિધ્‍ધ ક્રિશ્‍ના અને કુલદીપ યાદવે ૧-૧ વિકેટો લીધી હતી. (તસ્‍વીરઃ સંદીપ બગથરીયા) 

(10:32 AM IST)