હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ચાંદીમાં ૧૪,૦૦૦ રૂા.નો ઉછાળો : ભાવ ર,૮૯,૦૦૦ની ટોચે
સોનામાં ૧૦૦૦ રૂા.ના ઉછાળા સાથે ભાવ ૧,૪૬,૪૦૦ રૂપીયાની નવી ઐતિહાસિક સપાટીએ : ગઇકાલે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ભડકો : આજે મુંબઇ મહાનગર પાલીકાની ચુંટણીના કારણે એમસીએકસ બંધ છે પણ બંધ બજારે ડોલર ઇન્ડેક્ષ નબળો આવતા બંને કિંમતી ધાતુઓના ભાવોમાં ગાબડા પડયા

રાજકોટ, તા., ૧૫ : બુલીયન માર્કેટમાં ગઇકાલે ચાંદીના ભાવમાં ૧૪,૦૦૦ રૂપીયાનો જબ્બર ઉછાળો થતા ચાંદીના ભાવે ર,૮૯,૦૦૦ ની નવી ઐતિહાસિક સપાટી બનાવી હતી. સોનામાં પણ ૧૦૦૦ રૂપીયાના ભાવ વધારા સાથે સોનાના ભાવએ નવી ટોચની સપાટી બનાવી હતી. જો કે આજે બંધ બજારે બંને કિંમતી ધાતુઓના ભાવમાં ગાબડા પડયાના અહેવાલો છે.
બુલીયન માર્કેટમાં ગઇકાલે સેન્ટમાં તેજીને પગલે સ્થાનીક બજારમાં ચાંદીમાં ૧૪,૦૦૦ રૂપીયા વધ્યા હતા. પરમ દિવસે ચાંદી ૧ કિલોના ભાવ ર,૭પ,૦૦૦ રૂા. હતા તે વધીને ર,૮૯,૦૦૦ રૂા.ની નવી એતિહાસિક સપાટી બનાવી હતી. ચાલુ સપ્તાહમાં ચાંદીમાં ૪૦,૦૦૦ રૂા.નો તોતીંગ ભાવવધારો થયો છે.
ચાંદીની સાથે સોનામાં પણ ૧૦૦૦ રૂા.નો ઉછાળો થયો હતો. પરમ દિવસે સોનુ સ્ટાન્ડર્ડ (૧૦ ગ્રામ)ના ભાવ ૧,૪પ,૪૦૦ રૂા. હતા તે વધીને ગઇકાલે ૧,૪૬,૪૦૦ રૂા. થયા હતા. સોનાના બિસ્કીટમાં ૧૦,૦૦૦ રૂા. વધ્યા હતા. સોનાના બિસ્કીટ (૧૦૦ ગ્રામ)ના ભાવ ૧૪,પ૪,૦૦૦ રૂા. હતા તે વધીને ૧૪,૬૪,૦૦૦ રૂા.ની સપાટીએ ભાવ પહોંચ્યા હતા.
ગઇકાલે સોના-ચાંદીના ભાવો વધ્યા બાદ આજે મુંબઇ મહાનગર પાલીકાની ચુંટણીને કારણે અમસીએકસ બંધ છે. બંધ બજારે ડોલર ઇન્ડેક્ષ ઘટતા સોના-ચાંદીના ભાવોમાં ગાબડા પડયાનું ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું. સાંજે પ વાગ્યા પછી ભાવમાં કેટલુ ગાબડુ પડયું તે જાણવા મળશે.
અમેરીકા દ્વારા ઇરાનના સાથે વેપાર કરનાર દેશો ઉપર ટેરીફ લગાવવાની જાહેરાતને પગલે ચાંદીના ભાવમાં જબ્બર ઉછાળો થયાનું અને આગામી દિવસોમાં ચાંદીમાં હજુ પણ નવી ભાવ સપાટી જોવા મળે તો નવાઇ નહી તેમ ઝવેરીબજારના સુત્રોએ જણાવ્યું હતું.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
