હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બાંગ્લાદેશમાં હિંદુઓ ઉપર અત્યાચારનો દોર યથાવતઃ લૂંટ, આગજની અને હત્યાઓ અને મંદિરો ઉપર હુમલાઃ ૧૮ દિવસમાં ૬થી વધુ હત્યા
શું મોદી સરકાર બાંગ્લાદેશ સાથે નો ‘‘ગંગા વોટર ટ્રી ટ્રી કરાર'' રીપીટ નહીં કરી પાણી માટે તરસાવશે....??: ૩૦ વર્ષ માટે કરાયેલ આ કરાર ડિસેમ્બર ૨૦૨૬માં આ કરાર પૂર્ણ થાય છે સેક્યુલરબાજોના મોઢે લાગ્યો જાણે ફેવિકોલઃ બાંગ્લાદેશમાં ૧૯૫૧માં હિન્દુઓની વસ્તી હતી ૨૨% જે આજે ઘટીને થઈ છે માત્ર ૭ થી ૮%......!! બાંગ્લાદેશની ૧૯૭૧ થી ૨૦૨૬ સુધીની રાજકીય સફરઃ ૨૬ માર્ચ ૧૯૭૧ બાંગ્લાદેશનો જન્મ દિવસ, ૧૬ ડિસેમ્બર ૧૯૭૧ બાંગ્લાદેશનો વિજય દિવસઃ મુજીબ યુગ, સેના યુગ, રાષ્ટ્રપતિ શાસન, ખાલેદા ઝિયા, શેખ હસીના અને હવે યુનુસ ની અસ્થાયી સરકાર ૫ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ શેખ હસીના એ રાજીનામું આપી છોડયો દેશ , પછી હિન્દુઓ માટે શરૂ થયો કપરો સમયઃ બાંગ્લાદેશની ૧૩મી સામાન્ય ચૂંટણી ૧૩મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ યોજાશે

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ હાલમાં બાંગ્લાદેશ માં છેલ્લા કેટલાક સમયથી હિન્દુ વિરોધી જુવાળ ઊભો થયો છે, હિન્દુ ઓ ને નિશાન બનાવી અનહદ ત્રાસ વરસાવી રહ્યા છે, માર ધાડ, લૂંટ ફાટ, હિસા, આગજની અને હત્યાઓનો વણથંભ્યો દોર શરૂ થયો છે, મંદિરો ઉપર હુમલા ઓ થઈ રહ્યા છે,અને વિશ્વ આખું મુક પ્રેક્ષક તરીકે જોઈ રહ્યું છે, સેક્યુલર બાજોના મોઢે જાણે ફેવિકોલ લાગ્યું છે, ભારતે આ અંગે વિરોધ નોંધાવી ત્યાંની સરકારને રજુઆત પણ કરી છે, ત્યારે સવાલ થાય કે કેમ આ મામલે હજુ શાંત બેઠા છે...?? શું ચાલે છે તેમના મગજમાં....??? શું મોદી યોગ્ય સમય ની રાહ જોઇ રહ્યા છે...?? કારણ કે વર્ષો થી નરેન્દ્ર ભાઈ નો સ્વભાવ જોવા મળ્યો છે કે તેઓ માત્ર નિવેદન બાજીમાં નહીં પણ નક્કર પગલાં લેવામાં માને છે.
નરેન્દ્રભાઇ એ સિંધુ જળ કરાર રદ કરી નરેન્દ્રભાઇ એ પાકિસ્તાન ને જે તમાચો માર્યો છે એવી જ રીતે શું ગંગા જળ કરાર સંધિ આગળ નહી વધારી બાંગ્લાદેશને પણ મુહતોડ જવાબ આપશે...?? તેમને પાણી આવું બની શકે ખરા, કારણ કે યે નયા ભારત હૈ, યે મોદી કા ભારત હૈ.... શું છે ગંગા વોટર ટ્રી ટ્રી કરાર...?? આના માટે આવો આપણે પહેલા બાંગ્લાદેશની ભૌગોલિક સ્થિતિ જાણીએ અને ત્યાર બાદ બાંગ્લાદેશના ઉદય થી અત્યાર સુધીની રાજકીય સફર જોઈએ અને ત્યાર બાદ સમજીએ શું છે આ કરાર.
સૌ પ્રથમ આપણે બાંગ્લાદેશની ભૌગોલિક સ્થિતિ જોઈએ તો બાંગ્લાદેશ દક્ષિણ એશિયામાં આવેલો દેશ છે. તે ભારતના પૂર્વમાં અને મ્યાનમાર (બર્મા) ના ઉત્તર પヘમિમાં સ્થિત છે,પヘમિ, ઉત્તર અને પૂર્વ તરફ ભારત આવેલ છે, અને દક્ષિણપૂર્વ તરફ મ્યાનમાર આવેલ છે, તો દક્ષિણ તરફ બંગાળની ખાડી આવેલ છે, બાંગ્લાદેશનો ક્ષેત્રફળ વિસ્તાર આશરે ૧,૪૭,૫૭૦ ચોરસ કિમી જેટલો છે, બાંગ્લાદેશ મોટેભાગે સમતળ છે અહીં નદીઓ અને મેદાનો વધુ આવેલ છે, દુનિયાના સૌથી મોટા ડેલ્ટા માંથી એક (ગંગાબ્રહ્મપુત્રમેઘના ડેલ્ટા) અહીં આવેલો છે, દક્ષિણપૂર્વ ભાગે ચિટ્ટાગોંગ પહાડી વિસ્તાર આવેલો છે, અહીં, ગંગા (પદ્મા) બ્રહ્મપુત્ર (જમુના), મેઘના જેવી મુખ્ય નદીઓ આવેલ છે.
આ નદીઓ દેશની ખેતી અને પીવા ના પાણી માટે ખૂબ મહત્વપૂર્ણ છે અહીંનું હવામાન ઉષ્ણકટિબંધીય મોન્સૂન હવામાન ઉનાળો...ગરમ અને ભેજવાળો વરસાદી ઋતુ...ભારે વરસાદ શિયાળો..નરમ અને શુષ્ક રહેતો હોય છે, જો કુદરતી જોખમો તો પૂર, વાવાઝોડા, નદીકાંઠે ક્ષય જેવા જોખમો રહે છે.
બાંગ્લાદેશની રાજધાની ઢાકા છે. ૨૬ માર્ચ ૧૯૭૧ના રોજ બાંગ્લાદેશે પાકિસ્તાનથી સ્વતંત્રતા જાહેર કરી આ દિવસને બાંગ્લાદેશમાં સ્વતંત્રતા દિવસ તરીકે મનાવવામાં આવે છે, આ દિવસને બાંગ્લાદેશનો જન્મ દિવસ તરીકે પણ મનાવવામાં આવે છે, આ ઉપરાંત બાંગ્લાદેશમાં અન્ય એક તારીખ પણ મહત્વની ગણાય છે અને તે છે
૧૬ ડિસેમ્બર ૧૯૭૧ આ દિવસ ને વિજય દિવસ તરીકે ઉજવાય છે કેમ કે આ દિવસે પાકિસ્તાની સેના એ આત્મસમર્પણ કર્યું એટલે કે મુક્તિ યુદ્ધમાં અંતિમ જીત
૧૯૭૧ થી અત્યાર સુધીની રાજકીય સફર અને વડાપ્રધાનોની તારીખ અનુસાર માહિતી જોઈએ તો ...
મુક્તિ યુદ્ધ સમયની સરકાર
તાજઉદ્દીન અહમદઃ ૧૭ એપ્રિલ ૧૯૭૧ ૧૨ જાન્યુઆરી ૧૯૭૨ મુક્તિ યુદ્ધ દરમિયાન અસ્થાયી સરકારના વડાપ્રધાન સ્વતંત્રતા પછી શેખ મુજીબુર રહેમાનઃ ૧૨ જાન્યુઆરી ૧૯૭૨ ૨૫ જાન્યુઆરી ૧૯૭૫ સ્વતંત્ર બાંગ્લાદેશના પ્રથમ વડાપ્રધાન અવામી લીગ ૧૯૭૫માં રાષ્ટ્રપતિ શાસન લાગુ સૈન્ય અને અસ્થિર સમય (૧૯૭૫૧૯૯૦ દરમિયાન મોટા ભાગે રાષ્ટ્રપતિ શાસન, વડાપ્રધાન પદ નિષ્ક્રિય) આ સમયગાળા દરમિયાનઃ ખોંદાકાર મુસ્તાક અહમદ, ઝિયાઉર રહેમાન, અબ્દુસ સત્તાર, હુસેન મહમ્મદ એર્શાદ મુખ્યત્વે રાષ્ટ્રપતિ તરીકે શાસન, વડાપ્રધાન પદ સક્રિય નહોતું લોકશાહી પુનઃસ્થાપના (સંસદીય પદ્ધતિ ૧૯૯૧થી) ખાલેદા ઝિયા ૨૦ માર્ચ ૧૯૯૧ ૩૦ માર્ચ ૧૯૯૬ બી એન પી બાંગ્લાદેશની પ્રથમ મહિલા વડાપ્રધાન શેખ હસીના ૨૩ જૂન ૧૯૯૬ ૧૫ જુલાઈ ૨૦૦૧ અવામી લીગ ખાલેદા ઝિયા ૧૦ ઓક્ટોબર ૨૦૦૧ ૨૯ ઓક્ટોબર ૨૦૦૬ બી એન પી બીજી વખત વડાપ્રધાન કેયરટેકર સરકાર ૨૦૦૬ ૨૦૦૮ ચૂંટાયેલ વડાપ્રધાન નહીં મુખ્ય સલાહકારઃ ફખરુદ્દીન અહમદ શેખ હસીના ૬ જાન્યુઆરી ૨૦૦૯ ૫ ઓગસ્ટ ૨૦૨૪ અવામી લીગ બાંગ્લાદેશની સૌથી લાંબા સમય સુધી સત્તામાં રહેનારી વડાપ્રધાન ૨૦૨૪માં રાજીનામું આપી દેશ છોડ્યો હાલની સ્થિતિ (વડાપ્રધાન નહીં) ઓગસ્ટ ૨૦૨૪ હાલ (૨૦૨૬) અસ્થાયી સરકાર મુખ્ય સલાહકાર ડો. મોહમ્મદ યુનુસ વડાપ્રધાન પદ ખાલી ૫ મી ઑગસ્ટ ૨૦૨૪ના રોજ શેખ હસીના એ રાજીનામું આપી છોડ્યો દેશ, ત્યાર બાદ અહીં ,અસ્થાયી સરકાર આવી શરૂ થયો હિન્દુઓ ઉપર જુલ્મ, તોડફોડ, આગજની, હિસા અને હિદુઓની હત્યાઓ...
ત્યારે સવાલ થાય કે શું મોદી પાકિસ્તાન સામે ની રણનીતિ અહીં પણ ફરી દોહરાવશે...?
શું બાંગ્લાદેશ સાથે નો ગંગા વોટર ટ્રી ટ્રી કરાર રીન્યુ કરશે કે નહીં...??, આવો આપણે જોઈએ શું છે આ કરાર...??
ક્યારે અને કોની વચ્ચે થયો હતો? એની અવધી શું હતી...? ભારત બાંગ્લાદેશ ગંગા જળ કરાર
કરારની તારીખ ૧૨ ડિસેમ્બર ૧૯૯૬. કરારની અવધિ, ૩૦ વર્ષ. (૧૯૯૬ થી ૨૦૨૬ સુધી માન્ય) કરાર કોની વચ્ચે થયો? ભારત, બાંગ્લાદેશ, કરાર પર હસ્તાક્ષર ભારત તરફથીઃ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયી અને બાંગ્લાદેશ તરફથીઃ પ્રધાનમંત્રી શેખ હસીના કરારનો મુખ્ય મુદ્દો ફરક્કા બેરેજ, ફરક્કા બેરેજ (પヘમિ બંગાળ) ખાતે ગંગા નદીના પાણીના વહેચણી અંગે કરાર
કરારનો હેતુ ગંગા નદીના પાણીનું ન્યાયસંગત વહેચણી બાંગ્લાદેશમાં, ખેતી, પીવાનું પાણી પર્યાવરણ, બચાવવું બંને દેશ વચ્ચે વિશ્વાસ અને સહકાર વધારવો પાણી વહેચણી ની વ્યવસ્થા (મુખ્ય જોગવાઈ)
જાન્યુઆરીથી મે (શુષ્ક ઋતુ) દરમિયાન ૧૦ દિવસના સરેરાશ પ્રવાહ મુજબ પાણી વહેંચાશે જો પાણી ઓછું હોય તો બંને દેશ સમાન રીતે નુકસાન વહેંચશે બાંગ્લાદેશને ન્યૂનતમ જળ પુરવઠાની ગેરંટી આપવામાં આવી.
કરારની મહત્વની જોગવાઈઓઃ સંયુક્ત નિરીક્ષણ સમિતિ, પાણીના આંકડાનો નિયમિત આપ-લે, વિવાદ ઉકેલવા માટે પરસ્પર ચર્ચા, કરારનું મહત્વ, ભારતબાંગ્લાદેશ સંબંધો માટેનો માઇલ સ્ટોન દક્ષિણ એશિયામાં વોટર ડિપ્લોમસીનું ઉત્તમ ઉદાહરણ બાંગ્લાદેશ માટે સુકામાં પાણીની સમસ્યામાં રાહત પડકારો અને ચર્ચાઓ, ગંગામાં ઘટતો પ્રવાહ, હવામાન પરિવર્તન, ઉપરવાસમાં વધતા પાણીના ઉપયોગ હવે આ કરાર ડિસેમ્બર ૨૦૨૬માં પૂરો થશે, શું મોદી સરકાર આની જ રાહ નથી જોતી ને...??
બાંગ્લાદેશની ૧૩મી સામાન્ય ચૂંટણી હવે ૧૨ મી ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સમગ્ર દેશમાં યોજાશે, સરકાર કોઈ પણ આવશે પરંતું હાલની સ્થિતિ જોતા હિન્દુ તરફી નહીં જ હોય એ નક્કી જણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
