હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
બિહારના રાજકારણમાં તેજ પ્રતાપનો 'માસ્ટરસ્ટ્રોક': દહીં-ચૂડાની મિજબાની બાદ ભાઈ તેજસ્વીને આપી મોટી ઓફર, કહ્યું- "RJD હવે મારી પાર્ટી JJDમાં ભળી જવી જોઈએ"
લાલુ યાદવે મોટા પુત્રને આશીર્વાદ આપતા જ તેજ પ્રતાપ તેવરમાં; તેજસ્વીની ગેરહાજરી પર કટાક્ષ કરતા કહ્યું- "નાનો ભાઈ મોડો ઉઠે છે, જયચંદોએ તેને ઘેરી લીધો હશે"

પટણા : બિહારના રાજકારણમાં મકરસંક્રાંતિના અવસરે લાગેલો દહીં-ચૂડાનો તડકો હવે ગરમાગરમ રાજકીય ચર્ચામાં ફેરવાઈ ગયો છે. લાલુ પ્રસાદ યાદવના મોટા પુત્ર અને જનશક્તિ જનતા દળ (JJD) ના સર્વેસર્વા તેજ પ્રતાપ યાદવે પટણામાં ૨૬ એમ સ્ટ્રેન્ડ રોડ સ્થિત પોતાના નિવાસસ્થાને યોજાયેલી મિજબાનીમાં એક નવો વિવાદ છેડ્યો છે. પિતા લાલુ યાદવના આશીર્વાદ મળતા જ ગદગદ થયેલા તેજ પ્રતાપે પક્ષોના વિલીનીકરણ અંગે એવો દાવો કર્યો છે કે જેણે સૌને ચોંકાવી દીધા છે.
"JJD જ અસલી પાર્ટી, RJD તેમાં વિલીન થાય"
મીડિયા સાથેની વાતચીતમાં તેજ પ્રતાપે અત્યંત આત્મવિશ્વાસ સાથે જણાવ્યું કે, "જનશક્તિ જનતા દળ (JJD) એ જ મૂળ અને અસલી પાર્ટી છે, કારણ કે મારા પિતાના આશીર્વાદ તેની સાથે છે." જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેમની પાર્ટી RJD સાથે ભળી જશે? ત્યારે તેમણે પાસા પલટાવતા કહ્યું કે, "RJD એ મારી પાર્ટી JJD માં ભળી જવું જોઈએ." આ નિવેદનથી બિહારના રાજકીય વર્તુળોમાં અટકળો તેજ થઈ છે કે શું યાદવ પરિવારમાં સત્તાના સમીકરણો બદલાઈ રહ્યા છે.
તેજસ્વીની ગેરહાજરી અને 'જયચંદ' પર કટાક્ષ
આ ભવ્ય મિજબાનીમાં બિહારના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને નાયબ મુખ્યમંત્રી વિજય કુમાર સિંહા સહિતના દિગ્ગજો હાજર રહ્યા હતા, પરંતુ લાલુના નાના પુત્ર અને વિપક્ષી નેતા તેજસ્વી યાદવ ક્યાંય દેખાયા નહોતા. ભાઈની ગેરહાજરી પર તેજ પ્રતાપે ચપટી લેતા કહ્યું કે, "તેજસ્વી મારો નાનો ભાઈ છે, આમંત્રણ તો મોકલ્યું હતું, પણ તે કદાચ થોડો મોડો ઉઠે છે. વળી, તેને આજુબાજુના 'જયચંદો' (ગદ્દારો) એ ઘેરી લીધો હશે એટલે નહીં આવી શક્યો હોય."
લાલુના આશીર્વાદ અને નવા સંકેતો
લાલુ પ્રસાદ યાદવ પોતે મોટા પુત્રના ઘરે પહોંચ્યા અને તેને આશીર્વાદ આપ્યા, જેણે બિહારના રાજકારણમાં એક નવો સંદેશ વહેતો કર્યો છે. લાંબા સમયથી પક્ષમાં ઉપેક્ષિત રહેલા તેજ પ્રતાપે હવે જેજેપી (JJD) ના માધ્યમથી પોતાનું અલગ અસ્તિત્વ બતાવવાનું શરૂ કર્યું છે. પિતાની હાજરી અને તેજ પ્રતાપના આક્રમક નિવેદનોએ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં આરજેડી (RJD) ની અંદર આંતરિક ખેંચતાણ વધી શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
