હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
ન્યુઝીલેન્ડમાં ભારતીયો સહિતના ઇમિગ્રન્ટ્સ સાવધ: ઇમિગ્રેશન અધિકારી બનીને છેતરતી ટોળકી સક્રિય, વિઝા કેન્સલ કરવાની ધમકી આપી ખંખેરાય છે લાખો રૂપિયા
મોબાઈલ નંબર પર આવતા ફેક કોલ્સથી બચવા ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ (INZ) ની એડવાઈઝરી; "અમે ક્યારેય ફોન પર પૈસા માંગતા નથી" - સરકારે સ્પષ્ટતા કરી

ઓકલેન્ડ : ન્યુઝીલેન્ડમાં રહેતા વિદેશી નાગરિકો અને ખાસ કરીને વિઝા ધારકો માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. 'ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડ' (INZ) એ વિઝા કૌભાંડને લગતા ફેક ફોન કોલ્સમાં થયેલા તોતિંગ વધારા અંગે હાઈ-એલર્ટ જાહેર કર્યું છે. કૌભાંડીઓ હવે ન્યુઝીલેન્ડના જ લોકલ મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યા છે, જેથી સામાન્ય વ્યક્તિને એવું લાગે કે ખરેખર સરકારી ઓફિસમાંથી જ ફોન આવ્યો છે.
ડર બતાવીને માહિતી કઢાવવાની પધ્ધતિ
આ સ્કેમર્સ ન્યુઝીલેન્ડના ઇમિગ્રેશન અધિકારી હોવાનો ડોળ કરે છે અને સામેની વ્યક્તિને એવું કહીને ડરાવે છે કે તેમના વિઝામાં કોઈ મોટી સમસ્યા છે અથવા કાગળો અધૂરા છે. પીડિતને તાત્કાલિક દંડ ભરવા અથવા કાનૂની કાર્યવાહીથી બચવા માટે '૧' દબાવવાનું કહેવામાં આવે છે. ત્યારબાદ, તેઓ પાસપોર્ટ નંબર, બેંકની વિગતો અને અંગત માહિતી માંગીને લોકોના ખાતા સાફ કરી રહ્યા છે.
સરકારની કડક ચેતવણી: "ફોન તરત જ કાપી નાખો"
ઇમિગ્રેશન ન્યુઝીલેન્ડે સત્તાવાર નિવેદન બહાર પાડીને જણાવ્યું છે કે, "આ કોલ્સ સંપૂર્ણપણે નકલી છે. અમારી એજન્સી ક્યારેય ચુકવણી માટે કે પૈસા માંગવા માટે કોઈને ફોન કરતી નથી." જો કોઈ વ્યક્તિ ફોન પર પેમેન્ટની માંગણી કરે અથવા કાનૂની કાર્યવાહીની ધમકી આપે, તો કોઈપણ વિગત આપ્યા વગર તરત જ ફોન કાપી નાખવા અને એજન્સીને તેની જાણ કરવા સૂચના આપવામાં આવી છે.
સહાય અને રિપોર્ટિંગ માટેના માધ્યમો
ન્યુઝીલેન્ડમાં રહેતા લોકો આવા શંકાસ્પદ કોલ્સની જાણ 'CERT NZ' ના ઓનલાઈન ફોર્મ દ્વારા કરી શકે છે અથવા 'નેટસેફ' (Netsafe) ના હેલ્પલાઇન નંબર ૦૫૦૮ ૬૩૮ ૭૨૩ પર સંપર્ક કરી શકે છે. જે વિઝા ધારકોને પોતાની સ્થિતિ બાબતે ખરેખર ચિંતા હોય, તેઓ સીધા જ INZ સેવા કેન્દ્રનો સંપર્ક કરી ખાતરી કરી શકે છે. ઓનલાઈન છેતરપિંડીથી બચવા માટે પોતાની વ્યક્તિગત માહિતી સોશિયલ મીડિયા કે અજાણી લિંક્સ પર શેર ન કરવા પણ અપીલ કરવામાં આવી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
