હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 15th January 2026
રેલવેના પેસેન્જર ભાડા નક્કી કરવાની પદ્ધતિ ‘ટ્રેડ સિક્રેટ’: માહિતી આપવાનો ઇનકાર
રેલવેએ દલીલ કરી હતી કે આ માહિતી જાહેર કરવાથી સંસ્થાના વ્યાપારી હિતોને નુકસાન થઈ શકે

નવી દિલ્હી : ભારતીય રેલવેએ આરટીઆઈ હેઠળ પૂછાયેલા પ્રશ્નના જવાબમાં ભાડા નિર્ધારણની ફોર્મ્યુલા જાહેર કરવાની ના પાડી દીધી છે.
સેન્ટ્રલ ઈન્ફર્મેશન કમિશન (સીઆઈસી) સમક્ષ સુનાવણી દરમિયાન ભારતીય રેલવેએ જણાવ્યું હતું કે પેસેન્જર ટ્રેનોના ભાડા નક્કી કરવા માટે વપરાતી પદ્ધતિ એક 'વ્યાપારી રહસ્ય' (ટ્રેડ સિક્રેટ) છે. રેલવેએ દલીલ કરી હતી કે આ માહિતી જાહેર કરવાથી સંસ્થાના વ્યાપારી હિતોને નુકસાન થઈ શકે છે, તેથી માહિતી અધિકાર કાયદા (આરટીઆઈ) હેઠળ તેને શેર કરી શકાતી નથી.
(9:10 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
