<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ભારત-અમેરિકા વ્યાપાર કરાર અંતિમ ચરણમાં: ડેડલાઈન નક્કી નથી પણ વાતચીત સકારાત્મક

બંને દેશો વચ્ચેની વ્યાપારી મંત્રણાઓ તૂટી નથી અને વર્ચ્યુઅલ માધ્યમથી ચર્ચાઓ ચાલુ

ભારત-અમેરિકા વ્યાપાર કરાર અંતિમ ચરણમાં પહોંચી છે.ડેડલાઈન નક્કી નથી પણ વાતચીત સકારાત્મક સ્તરે પહોંચી છે.
બંને દેશો વચ્ચેની વ્યાપારી મંત્રણાઓ તૂટી નથી અને વર્ચ્યુઅલ માધ્યમથી ચર્ચાઓ ચાલુ હોવાનું સત્તાવાર સૂત્રોએ જણાવ્યું છે.
ભારત અને અમેરિકા વચ્ચેના બહુપ્રતિક્ષિત વ્યાપાર કરાર અંગે અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે બંને દેશો સતત સંપર્કમાં છે અને ચર્ચાઓ સકારાત્મક દિશામાં આગળ વધી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વાટાઘાટો તૂટી નથી, બલ્કે બંને પક્ષોની ટીમો વર્ચ્યુઅલ માધ્યમથી વાતચીત કરી રહી છે. કરાર ખૂબ જ નજીક હોવાનું મનાઈ રહ્યું છે, જોકે આ માટે કોઈ ચોક્કસ સમયમર્યાદા અથવા ડેડલાઈન જાહેર કરવામાં આવી નથી.

(9:11 PM IST)