હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM

તેહરાન:ઈરાનમાં ચાલી રહેલા સરકાર વિરોધી પ્રદર્શનોએ અત્યંત લોહિયાળ વળાંક લીધો છે. દેશનિકાલ કરાયેલા ઈરાની ક્રાઉન પ્રિન્સ રેઝા પહલવીએ ફોક્સ ન્યૂઝને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે છેલ્લા બે દિવસમાં ઈરાનમાં જે નરસંહાર થયો છે તે વર્ષ ૨૦૦૧માં અમેરિકા પર થયેલા 9/11 ના હુમલા કરતા પણ ચાર ગણો મોટો છે. તેમના મતે માત્ર ૪૮ કલાકમાં જ ૧૨,૦૦૦ થી વધુ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે, અને વાસ્તવિક આંકડો આનાથી પણ ઘણો મોટો હોઈ શકે છે.
પ્રિન્સ પહલવીએ ઈરાની સરકારની અમાનવીયતાનો પર્દાફાશ કરતા જણાવ્યું હતું કે, તેહરાન અને અન્ય શહેરોની શેરીઓમાં એટલા બધા મૃતદેહો પડ્યા છે કે તેને હટાવવા માટે પ્રશાસન બુલડોઝરનો ઉપયોગ કરી રહ્યું છે. નિઃશસ્ત્ર પ્રદર્શનકારીઓ પર બખ્તરબંધ ટ્રકો ચડાવી દેવામાં આવી રહી છે અને AK-47 થી અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવી રહ્યો છે. ઈરાની સરકાર અત્યારે પોતાના જ લોકો સામે એક ખુલ્લું યુદ્ધ લડી રહી છે.
સૌથી વધુ ચોંકાવનારો આક્ષેપ એ છે કે, જ્યારે મૃતકોના પરિવારો પોતાના વહાલાઓના શબ લેવા જાય છે, ત્યારે સરકાર તેમને ગોળીઓની કિંમત ચૂકવવા માટે મજબૂર કરી રહી છે. અધિકારીઓ કહે છે કે તમારા સ્વજનને મારવા માટે જે ગોળી વપરાઈ છે તેના પૈસા આપો, તો જ મૃતદેહ સોંપવામાં આવશે. ઈન્ટરનેટ અને ફોન સેવાઓ સંપૂર્ણપણે ઠપ હોવાથી દુનિયા સુધી આ ભયાનક વિગતો પહોંચવામાં મોડું થઈ રહ્યું છે.
પ્રિન્સ પહલવીએ કહ્યું કે તેમણે ફેસટાઇમ અને અન્ય ખાનગી માધ્યમો દ્વારા ઈરાનના લોકો સાથે વાત કરી છે. લોકો ભયના ઓથાર હેઠળ જીવી રહ્યા છે. આયતુલ્લાહ અલી ખામેનીની સરકાર જનતાનો અવાજ દબાવવા માટે હિંસાની તમામ હદો વટાવી ચૂકી છે. આંતરરાષ્ટ્રીય સમુદાય અત્યારે આ નરસંહાર પર નજર રાખી રહ્યો છે, પરંતુ ઈરાન અત્યારે અંધકારના એવા યુગમાં ધકેલાઈ ગયું છે જ્યાં માનવતાનું કોઈ મૂલ્ય બચ્યું નથી.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહત્વના સમાચારો ઊડતી નજરે.... 4:33 PM