હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
અખિલેશ યાદવનો 'બુલડોઝર' એટેક: ૨૦૨૭માં જનતા ભાજપને 'ડિટેન્શન સેન્ટર' ભેગી કરી દેશે, સપા સરકાર આવશે તો મહિલાઓને વાર્ષિક ₹૪૦,૦૦૦ની સહાયની મોટી જાહેરાત
"જ્યારે ભાજપ નબળો પડે ત્યારે જ વધુ સાંપ્રદાયિક બને છે" - સપા અધ્યક્ષનો આક્ષેપ; શિક્ષણ-આરોગ્યના નામે ભગવા પક્ષને ઘેર્યો, કાર્યકરોને વોટર લિસ્ટમાં નામ ઉમેરવા માટે 'મિશન ૨૦૨૭' ની સોંપી જવાબદારી

લખનૌ:સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે આગામી ૨૦૨૭ની ચૂંટણી માટે અત્યારથી જ રણશિંગુ ફૂંકી દીધું છે. ગુરુવારે પાર્ટીના મુખ્યાલય ખાતે નેતાઓ અને કાર્યકરોને સંબોધતા તેમણે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અખિલેશે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, ઉત્તર પ્રદેશની જનતા હવે ભાજપના જૂઠ અને અન્યાયથી કંટાળી ગઈ છે અને આગામી ચૂંટણીમાં તેઓ આ પાર્ટીને 'ડિટેન્શન સેન્ટર'માં મોકલી દેશે.
અખિલેશ યાદવે ભાજપને એક 'મૂડીવાદી પાર્ટી' ગણાવી હતી, જે માત્ર અમીરો અને મોટા ઉદ્યોગપતિઓના નફા માટે જ કામ કરે છે. તેમણે આક્ષેપ કર્યો કે ભાજપ સરકારમાં આરોગ્ય સેવાઓ સંપૂર્ણપણે પડી ભાંગી છે અને ભ્રષ્ટાચાર ચરમસીમાએ પહોંચ્યો છે. મોંઘવારી અને બેરોજગારીએ સામાન્ય જનતાની કમર તોડી નાખી છે. તેમણે ઉમેર્યું કે ભાજપ નકારાત્મકતા અને નફરતની રાજનીતિ કરે છે, જ્યારે સપા વિકાસ અને રોજગારના સકારાત્મક મુદ્દાઓ સાથે મેદાનમાં છે.
સપા પ્રમુખે ૨૦૨૭ માં સત્તામાં આવવાની આશા સાથે મોટા વચનોની લ્હાણી કરી હતી. તેમણે જાહેરાત કરી કે જો સમાજવાદી પાર્ટીની સરકાર બનશે તો મહિલાઓને દર વર્ષે ૪૦,૦૦૦ રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આ ઉપરાંત ગરીબોને મફત સારવાર અને શિક્ષણ-આરોગ્ય ક્ષેત્રમાં ક્રાંતિકારી સુધારા કરવામાં આવશે. તેમણે કાર્યકરોને ટકોર કરી હતી કે વિધાનસભા ચૂંટણીની જાહેરાત થતા જ અત્યારે દેખાતા 'બુલડોઝરો' ક્યાંય જોવા નહીં મળે.
ચૂંટણીની રણનીતિના ભાગરૂપે અખિલેશે કાર્યકરોને 'ફોર્મ-૬' ભરીને દરેક લાયક મતદાતાનું નામ મતદાર યાદીમાં ઉમેરવા માટે જણાવ્યું છે. તેમણે ૬ ફેબ્રુઆરી સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા પર ભાર મૂક્યો હતો. ભાજપને 'અપ્રમાણિક' પાર્ટી ગણાવતા તેમણે કાર્યકરોને સાવધ રહેવા અને ભાજપની કોઈ પણ ચાલાકીનો જડબાતોડ જવાબ આપવા હાકલ કરી હતી. અખિલેશે સ્પષ્ટ કર્યું કે સપા ન્યાય અને સન્માનના માર્ગે ચાલીને યુપીના ખેડૂતો અને યુવાનોનું ભાવિ સુધારશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
