<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

અમેરિકા ગ્રીનલેન્ડ ખરીદવાની તૈયારીમાં: ૭૦૦ અબજ ડોલરનો પ્રસ્તાવ મુકાય તેવી શક્યતા

અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયો આ ડીલ માટે ખાસ દરખાસ્ત તૈયાર કરી રહ્યા હોવાનો એનબીસીનો અહેવાલ.

અમેરિકા ગ્રીનલેન્ડ ખરીદવાની તૈયારીમાં છે.૭૦૦ અબજ ડોલરનો પ્રસ્તાવ મુકાય તેવી શક્યતા છે એનબીસીના એક અહેવાલ મુજબ, અમેરિકા ફરી એકવાર ગ્રીનલેન્ડ ખરીદવા માટે સક્રિય થયું છે. અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો ગ્રીનલેન્ડને ખરીદવા માટે ૭૦૦ અબજ ડોલર (૭૦૦ બિલિયન) નો પ્રસ્તાવ તૈયાર કરી રહ્યા હોવાનું ચર્ચાઈ રહ્યું છે. ભૂતકાળમાં પણ અમેરિકાએ આ ટાપુ ખરીદવામાં રસ દાખવ્યો હતો, જે વ્યૂહાત્મક અને સંસાધનોની દ્રષ્ટિએ અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

(9:18 PM IST)