હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Thursday, 15th January 2026
સ્ટાર્ટઅપ ઇન્ડિયાના દસ વર્ષ પૂર્ણ: પ્રધાનમંત્રી મોદી કાલે શુક્રવારે યુવા સાહસિકો સાથે સંવાદ કરશે
દેશના વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા સભ્યો, સ્થાપકો અને રોકાણકારો સાથે સીધો સંવાદ કરશે પીએમ મોદી

નવી દિલ્હી : ભારતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને નવી ઊંચાઈએ લઈ જનાર 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા' પહેલના દસ વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી શુક્રવારે એક ખાસ કાર્યક્રમમાં હાજરી આપશે.
ભારતમાં યુવા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન આપતી કેન્દ્ર સરકારની મહત્વકાંક્ષી યોજના 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા'ને એક દાયકો પૂર્ણ થઈ રહ્યો છે. આ નિમિત્તે યોજાનારા ભવ્ય કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સહભાગી થશે. આ દરમિયાન તેઓ દેશના વાઇબ્રન્ટ સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે જોડાયેલા સભ્યો, સ્થાપકો અને રોકાણકારો સાથે સીધો સંવાદ કરશે.
આ કાર્યક્રમનો હેતુ છેલ્લા ૧૦ વર્ષની સિદ્ધિઓની ઉજવણી કરવાનો અને ભવિષ્યના રોડમેપ પર ચર્ચા કરવાનો છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
