<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th January 2026

ભારતીય વૈજ્ઞાનિકોની અદભૂત સિદ્ધિ: સુરક્ષિત ડેટા માટે 'ફેઝ કોહરન્ટ ફાઈબર ફોટોનસિન્ક' ટેકનોલોજી વિકસાવી

આ ટેકનોલોજી ખાસ કરીને લાંબા અંતર સુધી સુરક્ષિત રીતે ક્વોન્ટમ કોમ્યુનિકેશન સ્થાપિત કરવા માટે ઉપયોગી થશે.

નવી દિલ્હી : ભારતના વૈજ્ઞાનિકોએ સંચાર ક્ષેત્રે મોટી ક્રાંતિ સર્જી છે. તેમણે લાંબા અંતરના ક્વોન્ટમ કોમ્યુનિકેશન માટે સ્વદેશી 'ફોટોનસિન્ક' ટેકનોલોજી વિકસાવી છે, જે ડેટા સુરક્ષામાં મહત્વની ભૂમિકા ભજવશે.

   ભારતીય સંશોધકોએ અત્યાધુનિક 'ફેઝ કોહરન્ટ ફાઈબર ફોટોનસિન્ક' વિકસાવીને વિજ્ઞાન જગતમાં ડંકો વગાડ્યો છે. આ ટેકનોલોજી ખાસ કરીને લાંબા અંતર સુધી સુરક્ષિત રીતે ક્વોન્ટમ કોમ્યુનિકેશન સ્થાપિત કરવા માટે ઉપયોગી થશે. 
આજના ડિજિટલ યુગમાં જ્યારે ડેટાની ચોરી અને હેકિંગનો ભય વધ્યો છે, ત્યારે આ ક્વોન્ટમ ટેકનોલોજી અભેદ સુરક્ષા કવચ પૂરું પાડશે. આ શોધ ભવિષ્યના સુપર-સિક્યોર ઇન્ટરનેટ અને સંરક્ષણ પ્રણાલી માટે પાયારૂપ સાબિત થશે.

 

(10:59 PM IST)