<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th January 2026

પૂંછ સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન દ્વારા ઘૂસણખોરીનો પ્રયાસ નિષ્ફળ: સાત દિવસમાં ત્રીજું કાવતરું

ભારતીય સેનાના જવાનોએ ફાયરિંગ કરતા ડ્રોન પાકિસ્તાન હસ્તકના વિસ્તારમાં પરત ફર્યું

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના નિયંત્રણ રેખા (એલઓસી) ને અડીને આવેલા પૂંછ જિલ્લામાં ફરી એકવાર પાકિસ્તાની ડ્રોન દેખાતા સુરક્ષા દળો સતર્ક થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ, દિદ્દાર ટેડવાન વિસ્તારમાં પાકિસ્તાની ડ્રોન જોવા મળ્યું હતું, જેના પર ભારતીય સેનાના જવાનોએ તાત્કાલિક ગોળીબાર કર્યો હતો. ફાયરિંગ બાદ ડ્રોન પાકિસ્તાન કબજા હેઠળના વિસ્તારમાં પરત ફર્યું હતું. 

 

છેલ્લા સાત દિવસમાં ડ્રોન દ્વારા ઘૂસણખોરીનું આ ત્રીજું કાવતરું નિષ્ફળ બનાવવામાં આવ્યું છે, જેના પગલે સરહદી વિસ્તારોમાં તણાવ વધ્યો છે.

(9:42 AM IST)